સીએનજી સહભાગી યોજનાને વેગ આપતા બે નિર્ણય કરાયા

677

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સીએનજી સ્ટેશન સ્થાપવાની પક્રિયાને વેગ મળે તે હેતુથી બે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

તદ્દઅનુસાર, હાલ કાર્યરત પેટ્રોલ સ્ટેશનમાં અને નવા શરૂ થનારા સીએનજી સ્ટેશન માટે લેવાની થતી ફાયર વિભાગની પરવાનગી તેમજ વજન-માપન અને સ્ટેમ્પિંગ સંબંધિત મંજૂરી ઓન લાઇન અરજી કર્યાના ૭ દિવસમાં જ આપી દેવાશે. વિજય રૂપાણીએ તાજેતરમાં જ સીએનજી વાહન ધારકો-ચાલકોને સરળતાથી સીએનજી ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તેવા ઉદાત હેતુથી ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા સીએનજી પંપ શરૂ કરવાનો નિર્ણય જાહેર કરેલો છે.

સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં ૩૦૦ થી વધારે નવા સીએનજી સ્ટેશન સીએનજી સહભાગી યોજના’ અંતર્ગત રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ આ સીએનજી સહભાગી યોજનાના અમલથી સ્વચ્છ-પર્યાવરણની સરકારની જે સંકલ્પબધ્ધતા દર્શાવી છે તે માટે અને સીએનજી  ઉપયોગને વેગ મળવા અંગે ગુજરાત સીએનજી ડિલર એસોસીએશને ગાંધીનગરમાં વિજય રૂપાણીને રૂબરૂ મળીને આભાર વ્યકત કર્યો હતો. એસોશિએશન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ નવીન સીએનજી સ્ટેશનો શરૂ કરવા માટેની મંજૂરી પક્રિયાને ઝડપી બનાવવા માટેનો  પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સીએનજી પંપની  સ્થાપના પ્રક્રિયાને ઝડપી અને પારદર્શી બનાવવા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

Previous article૧૦ નપાની ૧૫ બેઠકો પૈકી ૧૧ ઉપર ભાજપનો વિજય
Next articleGPSC, PSI,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે