ઉત્તર ગુજરાતના મુખ્ય ડેમ ધરોઈની સપાટી રપ ટકા

813
gandhi152018-3.jpg

સામાન્ય રીતે એપ્રિલ માસના છેલ્લા સપ્તાહમાં ધરોઇ ડેમમાં ૩૧ થી ૩૫ ટકા વચ્ચે પાણીનો જથ્થો રહે છે. પરંતુ છેલ્લા ૭ વર્ષમાં ૨૫ એપ્રિલે ધરોઇ ડેમમાં પાણીનો જથ્થો ૨૫ ટકાથી નીચો રહ્યો હોય તેવું બીજી વખત બન્યું છે. જેમાં વર્ષ ૨૦૧૫માં આ જથ્થો ૨૧.૯૩ ટકા રહ્યો હતો, જ્યારે ચાલુ સાલે આ જથ્થો ૨૩.૭૭ ટકા નોંધાયો છે. 
સૌથી વધુ વર્ષ ૨૦૧૨ માં ૧૦૨૪૫ એટલે કે ૩૫.૬૭ ટકા જથ્થો નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો જથ્થો વર્ષ ૨૦૧૫ માં ડેમમાં ૨૧.૯૩ ટકા ૬૨૯૮ એમસીએફટી પાણીનો જથ્થો નોંધાયો હતો. 
બીજી બાજુ ૨૫ એપ્રિલ ૨૦૧૮ ના રોજ આ જથ્થો ૬૮૨૬ એમસીએફટી નોંધાયો છે. જે પૈકી ૧૪૦૦ એમસી એફટી જથ્થાને ડેડ સ્ટોક તરીકે બાદ કરતાં ૫૪૨૬ એમસી એફટી પાણીનો ઉપયોગ કરી શકાય તેમ છે.

Previous articleવન વિસ્તારની ઝાડીઓમાં આગચંપી યથાવત, લીલા ઝાડ હોમાઇ રહ્યા છે
Next articleરાજુલા વન વિભાગમાં RFO તરીકે રાજલબેનની નિમણુંક