વન વિસ્તારની ઝાડીઓમાં આગચંપી યથાવત, લીલા ઝાડ હોમાઇ રહ્યા છે

640
gandhi152018-2.jpg

ગુજરાતનાં હરીયાળા શહેર તરીકે ઓળખાતા ગાંધીનગર શહેરમાં ધીમે ધીમે લીલોતરીનો નાશ થઇ રહ્યો છે. ઉનાળાનાં દિવસોમાં દર વર્ષે વન વિસ્તારમાં આગચંપીનાં કારણે હજારોની સંખ્યામાં લીલા છોડ તથા ઝાડ આગનાં ખપ્પરમાં હોવાઇ રહ્યા છે. પરંતુ વન વિભાગ આગ લગાડનાર તત્વો સામે કાર્યવાહી કરવાને બદલે મૌન ધારણ કરીને તમાસો જોઇ રહ્યુ છે. ત્યારે શહેર તથા આસપાસનાં વિસ્તારોમાં ઠેર ઠેર આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. 
ધોળાકુવા પાસેની વન વિસ્તારની ઝાડીઓમાં રવીવારે બપોરે કોઇએ આગ ચાંપી હતી. ઉનાળાનાં દિવસોમાં ગાંધીનગર માં વન વિસ્તારમાં આ રીતે આગ લાગવાનાં બનાવો સતત વધી રહ્યા છે. શહેરનાં સેકટરોમાં વન વિસ્તારમાં આગ ચાંપવાનાં ચાલુ ઉનાળા દરમિયાન સંખ્યાબંધ બનાવો બની ચુક્યા છે. જેમાં સેંકડોની સંખ્યામાં છોડ-ઝાડનો ભોગ લેવાઇ ચુક્યો છે. 
વન વિભાગ દ્વારા દર વર્ષે લાખોની ગ્રાન્ટ મેળવીને જુદી જુદી નર્સરીઓમાં રોપા તૈયાર કરીને શહેરની હરીયાળી જાળવી રાખવા માટે વાવેતર કરવામાં આવે છે. જેનાં ઉછેર માટે મોટી સંખ્યામાં પાણીનાં ટેન્કર દોડાવીને લાખો રૂપીયાનો ખર્ચ કરીને પાણી આપવામાં આવે છે. પરંતુ જે હરીયાળી હૈયાત છે તેનો આગમાં ભોગ લેવાઇ રહ્યો છે તેને સુરક્ષીત રાખવામાં રસ નથી. ઉનાળામાં વન વિસ્તારમાં ઠેર ઠેર આગ ચંપીનાં બનાવોને લઇને ગ્રીનસીટી ગાંધીનગરની હરીયાળી નો નાશ થઇ રહ્યો છે. 

Previous articleઊંઝામાં બિરાજમાન ઉમિયા માતાજીની સોમવારે વૈશાખી પૂનમ નિમિત્તે પરંપરાગત નગરયાત્રા નીકળી
Next articleઉત્તર ગુજરાતના મુખ્ય ડેમ ધરોઈની સપાટી રપ ટકા