મહુવા ખાતે જશ્ને કાએમે આલે મહોમ્મદ અંતર્ગત જશ્ન યોજાયું

1163
bvn552018-8.jpg

યાદે હુસૈન કમિટી-મહુવા દ્વારા તા.૩-પ-ર૦૧૮ના રોજ જશ્ને કાએમે આલે મહોમ્મદ ર૩મું એકતા જશ્ન યોજવામાં આવ્યું હતું. જે દરમ્યાન પૂ.મોરારિબાપુએ પોતાના વિચારો વ્યક્ત કરી પરસ્પર ભેદની દિવાલો દુર કરી પ્રત્યેક ધર્મના લોકો વચ્ચે એકતા અને ભાઈચારો ઉભો થાય તે માટે કટીબધ્ધ થાય તે માટે કટીબધ્ધ બનતા જણાવેલ. અત્રે ઉલ્લેખનિય છે કે, આ વર્ષથી સમાજમાં જેમણે એકતા સ્થાપવા માટે પ્રસંશનિય યોગદાન આપ્યું હોય તેવા એક રાષ્ટ્રીયકક્ષાના તથા એક ગુજરાત કક્ષાના એમ બે ઉત્તમ વ્યક્તિઓને યાદે હુસૈન એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. આ એવોર્ડમાં પ્રશસ્તિપત્ર, શાલ તથા રૂપિયા પ૧,૦૦૦નો રાશિ ચિત્રકુટધામ ટ્રસ્ટ-તલગાજરડા દ્વારા અર્પણ કરવામાં આવેલ. આ વર્ષનો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મૌલાના અબ્દુલ કલમ આઝાદ ફાઉન્ડેશનના ચેરમેન ડો.સૈયદ ઝહીર અબ્બાસ તથા પ્રાદેશિક કક્ષાનો એવોર્ડ મર્હુમ શાયર અને સાક્ષર એવા સ્વ.કવિ ઝલન માતરીને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત હજ કમિટીના ચેરમેન મહમ્મદ અલી કાદરી, મૌલાના સબાબ નકવી, શાયર અંજાર સીતાપુરી, લોકસાહિત્યકાર અનવર મીર જેવી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. મહુવા શહેરની અગ્રણી વ્યક્તિઓ તથા વિશાળ જનમેદનીની હાજરી નોંધનિય હતી. સમગ્ર કાર્યક્રમને સુચારૂરૂપે પાર પાડવામાં યાદે હુસૈન કમિટીના સૈયદ મહેંદીબાપુ તથા તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleદેવળીયા ગામે ડીજીટલ સાક્ષરતા પ્રમાણપત્ર વિતરણ
Next articleબાલાભાઈ વાણીયાને શુભેચ્છા પાઠવતા પ્રમુખ વલ્કુભાઈ