પતિની પારકી પ્રિતનો કરૂણ અંજામ પત્ની- પુત્રનું મોત

706
bvn11418-1.jpg

શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતી એક પરણીતા તથા તેના માસુમ પુત્રનો તેના જ ઘર આંગણામાં બનાવેલ પાણીના ટાંકામાંથી શંકાસ્પદ હાલતે મૃત દેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે. 
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ વણકરવાસમાં  રહેતા ત્રિકમભાઈ ગોવિંદભાઈ સોલંકીએ આજથી ૮ વર્ષ પુર્વ આજ વીસ્તારમાં રહેતા જેસીંગભાઈ માધાભાઈ સુમરાના પુત્ર જીગ્નેશ ઉર્ફે જીતુ સાથે તેની પુત્રી કંચન ઉર્ફે પિંન્કીના લગન જ્ઞાતીના રીતી રિવાઝ મુજબ કર્યા હતાં. આ દામપત્ય જીવન થકી તેમને એક પુત્ર દેવ (ઉ.વ.૩)ની પ્રાપ્તી પણ થઈ હતી. પરંતુ છેલ્લા થોડા સમયથી જીગ્નેશ ઉર્ફે જીતુને કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ -લફરૂ હોય જેના કારણે પતિ -પત્ની ઔર વોને લઈને અવાર-નવાર ઝઘડાઓ થતા હોય આથી પતિ જીગ્નેશ તેનો મોટો ભાઈ હિંમત તથા સસરા જેસીંગ માધા પરણીતા કંચનબેનને શારિરીક માનસિક ત્રાસ આપતા હોય ે અંગે કંચનબેનએ તેમના પિયર માતા-પીતાને અવાર-નવાર આ અંગે વાત કરી હતી. પરંતુ યુવિતના માતા-પિતા સમાજમાં આબરૂ જવાની બીકે યુવતિને આશ્વાસન આપતા અને મુશ્કેલી અંગે હિંમતભેર સામનો કરવા જણાવતા એવા સમયમાં મૃતક મહિલાનો પતિ તાજેતરમાં કોઈ યુવતીને લઈને દરિયા કિનારે ફરવા ગયો હોય જે ફોટા મોબાઈલમાં કંચનબેન જોઈ જતા આ અંગે ઉગ્ર માથાકુટ દંપતિ વચ્ચે ચાલી રહી હતી. અને તા. ૯-૪ને સોમવારે સવારે ઝઘડો થયા બાદ મહિલા તથા તેનો પુત્ર ગુમ થયા હતાં. ત્યારબાદ રાત્રે આઠ વાગ્યાના સુમારે મૃતક મહિલાના પતિ તથા સાસરીયાઓએ આસપાસમાં જાહેર કર્યું હતું કે તેના ઘરના પટાંગણમાં આવેલ પાણીના અંન્ડર ગ્રાઉન્ડ ટાંકામાં જંપલાવી આપઘાત કર્યો છે. સમગ્ર બનાવ અંગેની જાણ પોલીસને થતા ડી.ડીવીઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ માતા-પુત્રની લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં મૃતક મહિલાના પિતાએ એવા આક્ષેપ કર્યો છે કે તેની પુત્રી તથા પુત્રને તેના પતિ તથા સાસરીયાવાળાઓએ મારી અને પાણીની ટાંકીમાં નાંખી સમગ્ર બનાવને આત્મ હત્યામાં ખપાવી રહ્યા છે. આ નિવેદનના પગલે પોલીસે જીગ્નેશ ઉર્ફે જીતુ જેસીંગ સુમરા (ઉ.વ.૩૦)ની ધરપકડ કરી હતી. તથા આ ઘટના બાદ મહિલાના સસરા જેસીંગ માધા તથા જેઠ હિંમત જેસીંગ ફરાર થઈ ગયા છે. સમગ્ર બનાવ અંગે પોલીસે નિવેદનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Previous articleખેડૂતોનો હોબાળો : જમીન સંપાદન બેઠક મુલતવી
Next article ભાવનગરમાં બંધ નિષ્ફળ  જાહેર જીવન યથાવત