ધોળાકુવા ખાતે પીવાના પાણીનો પ્રશ્ન ૪૦ વર્ષે હલ કરતાં નગર સેવક

774
gandhi832018-1.jpg

ગાંધીનગર નજીક આવેલું ગામ ધોળાકુવા એ ગાંધીનગરમાં લગભગ ભળી ગયું છે પરંતુ ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો શહેરી કરણથી અટવાઈને પડયા હતા. જરુરી કાગળ વગર ત્યાં રહેતાં લોકોનો ૪૦ વર્ષથી પીવાના પાણીનો પ્રશ્ન હલ થતો ન હતો. અનેક રજુઆતો કરવા છતાં આ અંગે કશુ થઈ શકતું ન હતું. છેવટે ત્યાંના લોકોએ ભેગા મળી મનપાના કોર્પોરેટરોને આ પ્રશ્ન રજુ કર્યો હતો. મનપામાં મત આપતા હોવા છતાં પીવાના પાણી માગે પડતી મુશ્કેલીઓના વર્ણન બાદ નગર સેવકોએ આ બાબતને ગંભીરતાથી લઈ ખાસ રસ લઈ, લાગતી વળગતી કચેરીઓ અને જરૂરી કાર્યવાહી કરી હતી. નાજાભાઈ ઘાંઘરે અંગત રસ લઈ વિવિધ ઓફીસોમાં ધકકા ખાઈને પ્રશ્ન સોલ કરતાં ધોળાકુવાના લોકોમાં ઉત્સાહ અને આનંદ તસ્વીરમાં જોઈ શકાય છે. આ પ્રસંગે નગર સેવક કાર્તિકભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleમાણસામાં ભારત સ્કાઉટ ગાઇડ દ્વારા ૨૭મી રાજ્યરેલી યોજાશે
Next articleવિદ્યાર્થીઓના હિત સાથે ચેડા ક૨ના૨ સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાશે : શિક્ષણ મંત્રી