બોરડા ગામ પુરની પરિસ્થિતિથી પ્રભાવિત બોરડા, તા.૧૬

961

તળાજા તાલુકાના બોરડા ગામે ભારે વરસાદ અને નદીઓમાં આવેલ ઘોડાપુરની ઝપટે ચડી જતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. બોરડા ગામે સતત બે દિવસ સુધી વરસેલ ભારે વરસાદ અને ગામની નદીમાં આવેલ ભારે પુરના કારણે ગામ બે ભાગમાં વિભાજીત થઈ જવા પામ્યું છે. બોરડાના પ્લોટ વિસ્તારમાં આવેલ રહેણાંકી મકાનો, દુકાનો તથા ખુલ્લા પ્લોટોમાં કટી (કમર) સુધીના પાણી ભરતા લોકો-વેપારીઓની ઘરવખરી તથા દુકાનનો સરસામાન પાણીમાં તરતો થઈ જવા પામ્યો હતો. નેશનલ હાઈવે તથા નદી કાંઠે વસેલ આ ગામમાં પુરના ભારે પ્રવાહના કારણે ભારે તારાજી સર્જી છે.

Previous articleરીક્ષામાં બેસાડી છરીની અણીએ લૂંટ કરનાર બે સગીર સહિત ૩ ઝડપાયા
Next articleવલ્ભીપુર નજીક પોલીસ વાને પલ્ટી ખાતા કુલ ૧રને ઈજા