રીક્ષામાં બેસાડી છરીની અણીએ લૂંટ કરનાર બે સગીર સહિત ૩ ઝડપાયા

1164

શહેરના ગંગાજળીયા તળાવ પાસે ગઈકાલે રીક્ષામાં બેસાડી છરીની અણીએ લૂંટ કરનાર સરીતા સોસાયટી ખાતે રહેતો શખ્સ અને બે સગીરને ગંગાજળીયા પોલીસે લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ભાવનગર ગંગાજળીયા પો.સ્ટે. ઇ.પી.કો.ક. ૩૯૨, ૩૯૪, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ તથા જી.પી. એકટ ૧૩૫ મુજબનો લુંટનો અનડીટેકટ ગુન્હો નોંધાયેલ હોય જે ગુન્હો ડીટેકટ કરવા પોલીસ અધિક્ષક પી.એલ.માલ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ. ઠાકરે લુંટનો ગુન્હાનો ભેદ ઉકેલવા સખત સુચના કરેલ હોય, જેથી પોલીસ ઇન્સ. કે.સી.ઝાલાની સુચના મુજબ પો.સ.ઇ. એમ.એચ.વઢેળ તથા ડી.સ્ટાફના માણસો સાથે ગંગાજળીયા પો.સ્ટે. વિસ્તારમાં તપાસમાં હતા તે દરમ્યાન હલુરીયા ચોકમાં બાતમી આધારે એક શંકાસ્પદ રિક્ષામાં ત્રણ ઇસમો નીકળતા તેઓની પુછપરછમાં ગઇકાલે ગંગાજળીયા તળાવમાં રિક્ષામાં બેસાડી ત્રણ ઇસમોને રોકડા રૂપિયા ૫૭૦૦/- તથા મોબાઇલ ફોન -ર કિ.રૂ.૫૫૦૦/- મળી કુલ રૂ. ૧૧૨૦૦/-ના મુદામાલની છરી બતાવી લુંટ કરી લઇ ગયેલાની કબુલાત આપતા શૈલેષભાઇ ઉર્ફે બાદશાહ મનસુખભાઇ પરમાર રહે. સરીતા સોસાયટી ભાવનગર તથા તેની સાથેના બીજા બે સગીર તથા અન્ય આરોપી શાહરૂખ નામનો છોકરા મળી ચારેય જણાએ લુંટ કરેલ હોય જેથી પકડાયેલ આરોપી પાસેથી લુંટનો મુદામાલ પૈકી રોકડા રૂ.૩૬૦૦/- તથા મોબાઇલ- ર કિ.રૂ.૫૫૦૦/- તથા અંગઝડતીમાંથી મો.ફોન -૩ કિ.રૂ.૬૦૦૦/- તથા ગુન્હામાં ઉપયોગ કરેલ રિક્ષા નં. જીજે-૪-ડબલ્યુ -૩૮૨૭ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧૧૫૧૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી ઘોરણસરની કાર્યવાહી કરેલ.

Previous articleપુત્રીએ ‘માં’ના પાર્થિવ દેહને અગ્નિદાહ આપી
Next articleબોરડા ગામ પુરની પરિસ્થિતિથી પ્રભાવિત બોરડા, તા.૧૬