મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે ગુજરાતના રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ મધુસુદન મિસ્ત્રીના સુપુત્રના હિરેન મિસ્ત્રીના દુઃખદ અવસાન અંગે મધુસુદન મિસ્ત્રીના નિવાસ સ્થાને રૂબરૂ જઈને સદગતના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પિત કરી શ્રધ્ધાંજલિ પાઠવી હતી. વિજયભાઈએ મધુસુદનભાઈના શોકસંતપ્ત પરિવારજનોને સાંત્વના આપી હતી અને દુઃખમાં સહભાગી થયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.