રજત જયંતી મહોત્સવ નિમિત્તે અક્ષરધામ મંદિર રોશનીથી શણગારાયું

702
gandhi27102017-1.jpg

ગાંધીનગર સ્થિત અક્ષર પુરૂષોત્તમ બોચાસણવાસી દ્વારા ચલાવવામાં આવતું અક્ષરધામ મંદિરના રજત જયંતી મહોત્સવ નિમિત્તે અક્ષરધામ સનાતનમ્‌ શો દર્શાવવામાં આવી રહ્યો છે. વીડિયો મેપિંગ પ્રોજેક્શન કરીને આ શો મંદિર પરિસર પર બતાવાય છે. તેનું ઉદઘાટન તાજેતરમાં સંસ્થાના વરિષ્ઠ સંત ઇશ્વરચરણ શાસ્ત્રીના હસ્તે કરાયું હતું. ૨૯ ઓક્ટોબર સુધી રોજ સાંજે સાંજે ૬.૩૦થી ૯ દરમિયાન લોકો તેને નિહાળી શકશે.