સાઇ કેમ્પસમાં બીએસએફ દ્વારા એથ્લેટીક્સ સ્પર્ધાનુ આયોજન

631
gandhi27102017-3.jpg

બીએસએફદ્વારા ૪૦મી બીએસએફ ઇન્ટર ફર્નીટી એથ્લેટીક્સ મીડ અને ફસ્ટ બીએસએપ ઇન્ટર કમાન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મહિલા બાસ્કેટ બોલ અને એથ્લેટીક્સનું સાઇ કેમ્પસ ગાંધીનગર અને સ્પોર્ટ ક્લબ ગ્રાઉન્ડ બીએસએફ ખાતે યોજાશે. કાર્યક્રમમાં ગુજરાત સરકારના એડીશનલ ચીફ સેક્રેટરી અનિલ મુકીમ ઉપસ્થિત રહેશે. તા. ૨૭મીએ શરૂ થનારી એથ્લેટીક્સ સ્પર્ધામાં સાંજે ૪ વાગે માર્ચ-પાસ્ટ યોજાશે. ટીમ માર્ચ પાસ્ટ બાદ ઓથ સેરમની આયોજન કરાયુ છે. તેમજ ૨૦૦ મીટર મેન ફાઇનલ,૮૦૦મીટર મેન ફાઇનલ અને ૩ હજાર મીટરની દોડ યોજાશે. કાર્યક્રમ પછી તમામ આગેવાનો માટે સાંસ્કૃતિ કાર્યક્રમ અને બેન્ડ યોજાશે.
તા. ૩૧મી સુધી યોજાનાર એથ્લેટીક્સમાં મહિલાઓ માટે બાસ્કેટ બોલ અને એથ્લેટીક્સ સ્પર્ધાઓ સેકટર ૧૫ સ્થિત સાઇના મેદાનમાં યોજાશે.