વકીલ મંડળના હોદ્દેદારોની ચૂંટણી

691
bvn23122017-11.jpg

ભાવનગર સિવીલ બાર એસોસીએશન ભાવનગર ક્રિમીનલ બાર એસોસીએશનના પ્રમુખ સહિતના હોદ્દેદારોની ચૂંટણી આજરોજ શુક્રવારે ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટ રૂમમાં યોજાઈ હતી.
અગાઉ ભાવનગર બાર એસોસીએશનના પ્રમુખ પદે એડવોકેટ ચેતનભાઈ આસ્તિક બિનહરીફ ચૂંટાયેલા, જ્યારે ઉપપ્રમુખ, મંત્રી અને ખજાનચીની આજરોજ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ઉપપ્રમુખ પદે અશોક સોલંકીનો ૧૬૩ મતે વિજય થયો હતો. જ્યારે મંત્રી પદે હિતેશ શાહ ર૩૮ અને વત્સલ દવે ર૦૭ મતે વિજેતા જાહેર થયા હતા. જ્યારે ખજાનચી પદે પાર્થિવ પંડયા ૧૩૧ મતે વિજય જાહેર થયા હતા. આ ચૂંટણીમાં કુલ ૬૭૪ મતદારો નોંધાયા હતા. તે પૈકીના ૩૩૮ મતદારોએ મતદાન કર્યુ હતું. વકીલકક્ષાના મતદારો પૈકીના ર૭ જેટલા મતદારોના મત રદ્દ થયા હતા.
તે જ રીતે આજરોજ ભાવનગર ક્રિમીનલ બાર એસોસીએશનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ પદે શિવરાજસિંહ ગોહિલ ૯૯ મતે વિજેતા જાહેર થયા હતા. જ્યારે તેમના નજીકના હરીફ ઉમેદવાર બી.કેે. વાઘેલાને ૯ર મત મળતા તેમનો ફક્ત ૭ મતે પરાજય થયો હતો. જ્યારે ઉપપ્રમુખ પદે બાબુલ વાળા ૮૪ મતે વિજય થયા હતા. મંત્રી પદે અનિલસિંહ જાડેજા ૧૪૩ અને મયુરભાઈ ઓઝા ૧૪૬ મતે વિજય થયા હતા. જ્યારે ખજાનચી પદે પરશોત્તમ મકવાણા બિનહરીફ ચૂંટાયા હતા. ક્રિમીનલ બાર એસોસીએશનમાં કુલ ૩૭૯ મતદારો નોંધાયા છે. તે પૈકીના ર૮૩ મતદારોએ મતદાન કર્યુ હતું. ક્રિમીનલ બાર એસો.ની ચૂંટણીમાં પણ ૧૮ જેટલા મત રદ્દ થયા હતા. આજે પ્રમુખ સહિતના હોદ્દેદારો ચૂંટાતા કોર્ટ કમ્પાઉન્ડમાં વકીલોમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો હતો અને વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Previous articleકુમારશાળામાં ઈન્દ્રધનુષ પ્રદર્શન
Next articleશહેરની ઉંડીવખારમાં ૪ દુકાનોમાં ચોરીનો બનાવ