શેવાળની વ્યાવસાયિક ખેતી અનુસંધાને સેન્ટ્રલ સોલ્ટમાં રાષ્ટ્રીય બેઠકનું આયોજન

818
bhav25112017-8.jpg

શેવાળ એ સમુદ્ર ની એક વનસ્પતિ જ ન રહેતા આજે એક અભિન્ન સંપતિ બની ચુકી છે. સમુદ્રી શેવાળ માં ખાદ્ય ઉદ્યોગ માં ઉપયોગ માં લેવાતા વિવિધ પ્રકાર ના પદાર્થો અને ભરપુર પ્રમાણમાં મળી આવે છે જેર્થી એ મિામ દેશો જે સમુદ્ર કિનારે આવેલા છે તે શેવાળની વ્યયવસાયિક ખેતી કરી ને આર્થિક સધ્ધરતા તરફ જઈ રહ્યા છે.ભારત દેશ ને અંદાજે ૭૫૧૬ કી.મી. જેટલી વિશાળ દરિયાઈ સપાટી છે જેમાં ગુજરાતને અંદાજીત ૧૬૦૦ કી.મી. જેટલી દરિયાઈ સપાટી નો સમાવેશ ર્થાય છે. આપણા દેશ માં વધતી જનવસ્તીને ધ્યાન માં રાખતા શેવાળની ખેતી દરિયાઈ વસ્તીના લોકો માટે રોજગારીનો એક સારો વિકલ્પ બની શકે એમ છે. ભારતમાં ખાદ્ય ઉદ્યોગોની કંપનીઓ જે આજે શેવાળની આયાત કરે છે તે પોતાના જ દેશમાં મળી રહેશે જેથી માત્ર આ કંપનીઓ અને શેવાળની ખેતી કરનારાઓને જ માત્ર ફાયદો ન થતા પ્રત્યક્ષ રીતે બીજા ઘણા લઘુ ઉદ્યોગ સાહસિકોને પણ વ્યવસાની તકો ઉભી થાય છે. ભાવનગર સ્થિત સેન્ટ્રલ સોલ્ટ તેમજ આ સંસ્થાની મંડપમ સ્થિતિ રિમોટ લેબોરેટરીના વૈજ્ઞાનિકો ભારતમાં સમુદ્રી શેવાળની ખેતીના વિકાસ માટે સતત કાર્યરત છે જ્યાં તેઓ એ ભારતના દરિયાઈ વિસ્તારો જેવા કે ગુજરાતમાં સ્થિત સીમરમાં અને તમિલનાડુ, રામાનાથાપુરમ સ્થિત મંડપમમાં સતત સઘન પ્રયત્નો બાદ સમુદ્રી શેવાળના દરિયાઈ ખેતરોની સ્થાપના કરી છે. આ સિવાય આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ કર્ણાટકમાં પણ શેેવાળની ખેતી માટે પ્રાથમિક અભ્યાસની શરૂઆત કરી દેવામાં આવી છે. ભારત સરકાર દ્વારા શેવાળની ખેતીને વ્યવસાયિક દ્રષ્ટિકોણથી સ્કીલ ઈન્ડિયા અને મેક ઈન્ડિયા યોજનાઓ માટે એક મહત્વપૂર્ણ ઉદ્‌ચયોગ તરીકે સ્થાન આપવામાં આવ્યો છે. 
આગામી ૨૭ નવેમ્બરે યોજાનારી આ રાષ્ટ્રીય બેઠક ડી.એસ.ટી. ટાઈફેક સંસ્થાન સાથે મળીને યોજાનારી છે. જેનો ઉદ્દેશ્ય ભારતના રાષ્ટ્રીય હિતમાં સમાવેશ થતા ઔદ્યોગિક ક્ષેત્રોના મૂલ્યાંકન તેમજ નવીનીકરણમાં મદદરૂપ થવા પામે છે. આ બેઠકમાં તેના રાષ્ટ્રીય સલાહકારો તેમજ શેવાળ ક્ષેત્રના વિભિન્ન રાષ્ટ્રીય નિષ્ણાંતોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેનો મુખ્ય હેતુ શેવાળની ખેતીને સક્રિય રીતે ભારતના સફળ ઉદ્યોગોમાંથી એક બનાવવા માટે ચર્ચા વિચારણા કરી ભવિષ્ય માટે વ્યુહરચના ઘડવાનો રહેશે જેની આગેવાની આ સંસ્થાના વર્તમાન નિર્દેશક ડો. અમિતાવ દાસ અને આંતરરાષ્ટ્રીય ધોરણે જાણીતા અગ્રણી વિજ્ઞાનિક ડો.સી.આર.કે.રેડ્ડી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવશે.