કોંગ્રેસની ફોર્મ્યુલા પાટીદારોને ગેરમાર્ગે દોરે છે : નીતિન પટેલ

918
guj25112017-2.jpg

પાટીદાર નેતા હાર્દિક પટેલ દ્વારા પાટીદાર અનામતની ફોર્મયુલાનો સ્વીકાર કરવામા આવ્યા બાદ આજે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અનામતના મામલે કોંગ્રેસ અને કપિલ સિબ્બલ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યુ કે,૫૦ ટકાથી વધારે અનામત આપવી શકય જ નથી અને આ બાબતે ખુદ કપિલ સિબ્બલ દ્વારા વર્ષ-૧૯૯૮માં સુપ્રિમ કોર્ટમાં દલીલ કરી હતી.તેમણે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યુ કે,કોંગ્રેસે માત્ર અને માત્ર ચૂંટણીમાં લાભ લેવા પાસ અને પાટીદારોને છેતર્યા છે.આજે એક પત્રકાર પરિષદને સંબોધતા રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે,કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાટીદાર અનામત મામલે કોંગ્રેસને કાયદાકીય સલાહ પુરી પાડનારા કપિલ સિબ્બલ પર આકરા પ્રહારો કરતા કહ્યુ કે,સિબ્બલે આ મામલે પાટીદાર સમાજ ને છેતરવા બદલ,ગેરમાર્ગે દોરવા બદલ માફી માંગે તેવી માગ કરી હતી. તેમણે કહ્યુ કે,કપિલ સિબ્બલ પોતે વર્ષ-૧૯૯૮માં સ્વીકારી ચુકયા છે કે,૫૦ ટકાથી વધુ અનામત આપી ન શકાય.તેઓ પોતે આ અગાઉ આ પ્રકારના ચૂકાદા સુપ્રિમ કોર્ટમા આપી ચુકયા છે.આ સાથે જ તેમણે કહ્યુ કે,બે મોંઢાની વાત કરનાર કોંગ્રેસ ખુલ્લી પડી ગઈ છે અને તેમણે માત્ર અને માત્ર ચૂંટણીમાં લાભ લેવા માટે જ પાટીદાર સમાજ અને પાસને છેતર્યા છે ખોટી લાલચ આપી છે એ વાત સાબિત થાય છે.તેમણે વધુમા કહ્યુ કે,કોંગ્રેસની આ છેતરપિંડી  ખુલ્લી પાડવા માટે મેં મારા વકીલ મિત્રોની મદદ અને કાયદાકીય આધાર સાથે કોંગ્રેસની આ છેરામણી લાલચ પરથી પડદો ઉચકી રહ્યો છું.કપિલ સિબ્બલે ગુજરાતમા એવી ફોર્મયુલા રજુ કરી કે,૫૦ ટકાથી વધારે અનામત આપી શકાય.તેમણે હાર્દિકને પણ એવો સમજાવ્યો અને ભણાવ્યો કે તે પત્રકાર પરિષદમાં બધી બંધારણની કલમો બોલી ગયો.