પદમાવતના વિરોધમાં સોમનાથ નેશનલ હાઈવે ચકકાજામ કરી ટાયરો સળગાવ્યા

706
guj2512018-2.jpg

પદમાવતીની ફિલ્મ રીલે થવામા ગણત્રીની કલાકો બાકી છે. ત્યારે રાજુલા, જાફરાબાદ તાલુકા કરણીે સેનાના કાઠી ક્ષત્રિયો દ્વારા નેશનલ હાઈવે ૮-ઇ ર કલાક ચકકાજામ  કર્યો હતો  અન્યોની જેમ એસ.ટી. બસો નહીં ટાયરો સળગાવ્યા હતાં.
મહાસિત પદમાવતીના રાજપુતનાનો ગર્વ ભર્યો ઈતિહાસ કરોડો મરોડી ખોટી રીતમાં ફિલ્મમાં ચીતરનાર લેભાગુ નિર્માતા સંજય લીલા ભણશાળીની ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પ્રતિબંધ લાદયો હોય પણ સુપ્રિમ કોર્ટના આદેશ કે તા. રપ-૧ના રોજ પદમાવતી ફિલ્મ રજુ કરાશે પણ તે ફિલ્મનો વિરોધ સમગ્ર દેશના રાજપુતો તથા સમસ્ત કાઠી ક્ષત્રિયો દ્વારા જબરજસ્ત વિરોધ કરાઈ રહ્યો છે. જેમાં રાજુલ, સોમનાથ હાઈવે નેશનલ આઠ-ઈ કાઠી દરબારો દ્વારા કરણીસેના, સુર્યસેના દ્વારા રોડ ચકકાજામ કરાયો ખાસ નોંધનીય બાબત એ રહી છે કે અમો રાજપુતો, કાઠી ક્ષત્રિયો અન્યો જે આંદોલનો કરે છે. તેવા આંદોલન એટલે સરકારી સંપતીઓને નુકશાન થાય તેવા આંદોલનો ક્ષત્રિયોના ન હોય કારણ રાષ્ટ્રની સંપતિ એસ.ટી. બસો સહિત આપણી છે તેમ માને છે માટે ટ્રકો એસ.ટી.ના નિકળી ગયેલા ટાયરો શોધવામાં પણ બબ્બેત ાલુકામાં ફરી એકઠા કરી ગગન સુધી ભડકા કરી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ જિલ્લાના કરણીસેના પ્રમુખ મુન્નાભાઈ વિછીયાએ હુંકાર કરતા પત્રકાર પરિષદમાં નિવેદન આપ્યું છે કે અમરેલી જિલ્લામાં પદમાવતીની ખોટી ફીલ્મ ભલે સુપ્રિમ કોર્ટ ચુકાદો આપ્યો છે પણ જિલ્લાભરમાં રીલે નહીં થવા દઈએ તે ચોકકસ છે અને તો પણ કોઈ ટોકીઝ વાળા સાહસ કરશે તો જવાબદારી ટોકીઝ વાળાની રહેશે. 

Previous articleગ્રીનસીટીમાં કોન્ટ્રાકટરની બેકાળજીથી જમીન ધસી – બે મજૂર દટાયા
Next articleમોટી પાણીયાળી પ્રા.શાળા દાતાનો સન્માન સમારોહ