ગ્રીનસીટીમાં કોન્ટ્રાકટરની બેકાળજીથી જમીન ધસી – બે મજૂર દટાયા

742
gandhi2512018-4.jpg

ગાંધીનગરના ખ-રોડ પર ગ્રીનસીટી આગળ બનતા ખાનગી શરણ બિઝનેશ નામે કોન્ટ્રાકટરો બિલ્ડિંગ બનાવવા માટે ખોદેલા ઉંડા ખાડાને લીધે અચાનક રાત્રે દિવાલ -માટી ધસી પડી ભેખડો પડી હતી જેમાં તેમના જ મજૂરો દટાયા હતા અને તાત્કાલિક બાજુના મકાનમાં રહેતા સોસાયટીના લોકોએ બહાર કાઢયા હતા.  ત્યારપછી પણ માટી ધસવા લાગી હતી જેથી તેને અડીને આવેલા મકાનો પણ હલી ગયા હતા. જોકે આ મજૂરોને સારવાર માટે સીવીલને બદલે કોઈ ખાનગી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આમ કોઈપણ નિયમોના પાલન વગર ખોદેલા ઉંડા ખાડાને લીધે તેની આજુબાજુ આવેલા મકાનો માટે ચિંતાનો વિષય બની ગયો છે અને મકાન માલિકો પોતાના ઘરમાં જતાં પણ ડરે છે. તેમના મકાનમાં રીતસર તીરાડો પડી ગઈ છે. 
ખાનગી બિલ્ડરો દ્વારા સલામતીના પગલાં લીધા સિવાય કરેલા આ કૃત્ય બદલ કમિશનર અને કલેકટરને સોસાયટી વાળાઓએ ફરિયાદ પણ કરી હતી. જોકે બિલ્ડર્સના લોકો રાત્રે હાજર ન હતા પરંતુ સવારે આવ્યા બાદ તેમણે સોસાયટીના લોકોને શાંત કરવા માટે ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પર લખાણ પણ આપ્યું છે કે જો કંઈ નુકશાન થશે તો તેમણે ભરપાઈ કરશે પરંતુ કોઈ જાનહાનિ થઈ મોટો અકસ્માત નડશે તો તેની નુશસાની કઈ રીતે ભરપાઈ થશે તે મહત્વનો મુદ્દો છે. 
શહેરમાં ગેરકાયદેસર બિલ્ડર્સ પર કોઈ જોનાર નહીં હોવાથી શહેરમાં આવા બિલ્ડર્સ મનફાવે તેમ મકાનો બાંધી દે છે. ચ-૬ આગળ પણ આવુ જ બહુમાળી બિલ્ડિંગ ઠોકી દેવામાં આવ્યું છે અને પાછળથી પરમીશનો માટે ભ્રષ્ટાચારી રીતરસમથી પ્રયત્નો કરવામાં આવ્યા હતા. 
આમ બેફામ રીતે અને લોકોના જાનમાલની રક્ષા – એમાંય પ્રજાના જાનમાલ સાથે ચેડા કરી વધુ કમાણી કરતા અન સલામતી માટે પ્રોટેકશન દિવાલ કર્યા વગર ઉંડો ખાડો ખોદતા આવા તત્વો સામે પગલાં ભરવા માટે નાગરિકોમાં અવાજ ઉઠયો છે. આ પહેલાં ગુડાના કોન્ટ્રાકટર દ્વારા પણ કાનમ ફલેટ પાસે ભેખડ ધસી પડતાં મોટો અકસ્માત થતાં માંડ બચ્યો હતો. 

Previous articleગાંધીનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દહેગામ ખાતે કરાશે
Next articleપદમાવતના વિરોધમાં સોમનાથ નેશનલ હાઈવે ચકકાજામ કરી ટાયરો સળગાવ્યા