હિતેશ કનોડિયાને ટિકીટ અપાતા ઉગ્ર વિરોધ શરૂ 

756
guj25112017-1.jpg

ભાજપ દ્વારા આજે રાજય વિધાનસભાની આવી રહેલી ચૂંટણી સંદર્ભમાં જારી કરવામા આવેલી પાંચમી યાદીમા ઈડર બેઠક માટે ગુજરાતી ફિલ્મોના કલાકાર હિતુ કનોડિયાની પસંદગી કરવામા આવતાની સાથે જ ઈડરમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ જવા પામ્યા હતા.સ્થાનિક ઉમેદવાર હી ચલેગા ફિલ્મો કા નટ નહી જેવા બેનરો સાથે સ્થાનિક લોકોએ ઉમેદવારની પસંદગી મામલે વિરોધ પ્રદર્શન પણ કર્યુ હતુ.આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર,ભાજપ દ્વારા રાજય વિધાનસભાની બીજા તબકકામા ૧૪ ડીસેમ્બરના રોજ યોજાનારી ૯૩ બેઠકો માટેની ચૂંટણી અંગે ૧૩ ઉમેદવારોની યાદી જાહેર કરવામા આવી હતી.આ યાદીમાં ઈડર બેઠક પરથી ગુજરાતી ફિલ્મોના કલાકાર હિતુ કનોડિયાને ઉમેદવારી કરાવવાનો નિર્ણય કરવામા આવતાની સાથે જ સ્થાનિક રહીશોમાં ઉગ્ર વિરોધનો સુર શરૂ થઈ ગયો હતો.હિતુના નામની જાહેરાત થતાની સાથે જ દલિત સમાજના લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.જ્યાં તેમણે સ્થાનિક ઉમેદવારનો જય હો,બહારી ઉમેદવારનો ભય હો ઉપરાંત હારે છે,હારે છે બહારના ઉમેદવારની લાયમા ભાજપ હારે છે ના બેનરો સાથે સ્થાનિક ઉમેદવાર હી ચલેગા,હિન્દી ફિલ્મો કા નટ નહીના બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.