સમગ્ર રાજ્યમાં અંગદાન કરવામાં સુરત નં.૧, બીજા નંબરે અમદાવાદ

940
guj1312018-9.jpg

ટેક્સટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર ગુજરાતમાં વર્ષ-૨૦૧૭માં ઓર્ગન ડોનેશનમાં સૌોથી આઘલ રહ્યું. ટ્રાન્સપ્લાન્ટની સુવિધા વગર શહેર હવે ઓર્ગન ડોનર સીટી તરીકે  ખ્યાતિ પામી રહ્યું છે. દેશમાં ૨૦ લાખથી વધુ કિડની તકલીફવાળા દર્દીઓ છે અને દર વર્ષે તેમાં બેથી અઢી લાખ નવા દર્દીઓનો વધારો થાય છે. એટલું જ નહીં પણ હાલમાં હૃદય, પેન્કીયાસ, લીવર અને આંખ સંબંધિત રોગો પણ છે. દેશમાં દર વર્ષે પાંચ લાખ વ્યક્તિઓ ઓર્ગન ન મળવાને કારણે મૃત્યુ પામે છે. સુરત સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઓર્ગન ડોનેશન કરાવનાર શહેર તરીકે જાણીતું છે. ગત વર્ષ ૧લી જાન્યુઆરીથી ડીસેમ્બર ૨૦૧૭ સુધીમાં  અમદાવાદની હોસ્પિટલમાં ૧૭૦ કિડની, લિવર અને પેન્કીયાસના ટ્રાન્સપ્લાન્ટ થયા હતા. તેમાંથી ૮૨ ઓર્ગન એટલે કે ૪૮ ટકાથી વધુ ઓર્ગન સુરત શહેર દ્વારા આપવામાં આવ્યા હતા. ગત વર્ષે ગુજરાતમાંથી ૧૦ હૃદય ડોનેટ થયા હતા. તેમાંથી ૯ હૃદય સુરત શહેર દ્વારા આપવામાં આવ્યા હતા. ડોનેટ લાઇફના નિલેશ માંડલેવાલાએ જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાંથી બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવાર સાથે સમજણ કેળવી ૨૩૬ કિડની, ૯૫ લીવર, ૬ પેન્કીયાસ, ૧૬ હૃદય અને ૧૯૬ ચક્ષુદાન મળીને દેશના વિવિધ રાજ્યો તથા વિદેશના ૫૪૮ વ્યક્તિઓને નવું જીવન અને રોશની બક્ષવામાં સફળતા મળી હતી.

૨૦૧૭માં ગુજરાતના વિવિધ શહેરોનું અંગદાનનું સરવૈયું
શહેર        કિડની    લીવર    સ્વાદુપીંડ    હૃદય    કુલ
સુરત        ૫૨        ૨૮    ૦૨    ૦૯    ૯૧
અમદાવાદ    ૧૫        ૧૩    –    –    ૨૮
રાજકોટ        ૧૨        ૦૮    –    –    ૨૦
ભાવનગર    ૧૭        ૦૮    –    ૦૧    ૨૬
વડોદરા        ૦૨        ૦૧    –    –    ૦૩
મહેસાણા       ૦૬        ૦૩    –    –    ૦૯
જામનગર    ૦૨        –       –    –    ૦૨
જુનાગઢ        –        ૦૧    –    –    ૦૧
કુલ        ૧૦૬    ૬૨    ૦૨    ૧૦    ૧૮૦

Previous articleસિદ્ધપુર- લણવાની સભાઓમાં શરતોનો ભંગ કરવા બદલ હાર્દિક સામે વધુ એક ફરિયાદ
Next articleયુવાનનું ફેસબુક એકાઉન્ટ હેક કરી ૨૨૫૦ની ખંડણી માંગતા ચકચાર મચી