ભાજપ-કોંગ્રેસને જાકારો આપી મતદારો શંકસિંહ વાઘેલાને સત્તા સોંપશે : જનવિકલ્પ

769
gandhi25112017-1.jpg

જનવિકલ્પ પાર્ટીના પ્રવક્તા પાર્થેશ પટેલે જણાવ્યું હતું કે હજુ તો વિધાનસભાની ૧૮૨  બેઠકો માટે પ્રથમ તબક્કાનું પણ મતદાન થયું નથી, બીજા તબક્કાની બેઠકો માટે હજુ તો ઉમેદવારી પત્રો ભરાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસે જાણે કે સરકાર બની ગઈ હોય તેમ મિડીયાને એમ કહ્યું કે તમે સૌ કોંગ્રેસ સરકારની શપથવિધીમાં ચોક્કસ હાજર રહેજો એવું આમંત્રણ આપ્યું તે કોંગ્રેસના નેતાઓનું અભિમાન અને અહંકાર દર્શાવે છે. એજ રીતે ભાજપના એક નેતાએ પણ પાટીદાર સમાજના હાર્દિક પટેલની સામે પત્રકાર પરિષદમાં ભાજપના મંચ પરથી તુ-તારી ભાષામાં અને તારા જેવા ઘણા જોઈ નાખ્યા, તારા જેવા ઘણાને સીધા કર્યા એવી ભાષા પણ ભાજપનો અહંકાર દર્શાવે છે. હજુ તો મ તદાન થયું નથી પરિણામ જાહેર થયું નથી તે પહેલા ભાજપ અને કોંગ્રેસ જાણે કે અમે
જીતી ગયા અને અમે સર્વે સર્વા બની ગયા તેમ કહીને આડંબર દર્શાવીને ગાલી ગલોચની ભાષા વાપરે છે તે વખોડવાને પાત્ર છે. કોંગ્રેસના આવા અહંકાર ભર્યા વલણને કારણે જ અમારા જનવિકલ્પ પાર્ટીના પ્રણેતા અને રાજપા ના તત્કાલિન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસ છોડવી પડી તે પણ સત્ય હકીકત છે. 
આ એજ કોંગ્રેસના નેતા છે કે પ્રથમ યાદી જાહેર થયા બાદ  ભાગી જવું પડ્યું હતું તેમના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. તેમના કાર્યાલયનો વિમો ઉતારવા માટે કોઈ તૈયાર નથી ભાજપ કોંગ્રેસનો અહંકાર ઉતારીને ગુજરાતની જનતા મૃદુભાષી, સરળ સ્વભાવ સીધી વાત કરનાર અને સાચા અર્થમાં પ્રજા વાત્સલય એવા શંકરસિંહ વાઘેલાના નેતૃત્વ હેઠળની અને જેનું ચુંટણી પ્રતિક ટ્રેક્ટર છે તેવા જન વિકલ્પ પા ર્ટીને સત્તાના સુત્રો સોંપશે તે પણ નક્કી થઈ ગયું છે. પ્રજા હાઈકમાન્ડ છે પ્રજાએ હજુ તો ભાજપ કોંગ્રેસ માટે નક્કી કર્યું નથી ત્યારે ગાંધીનગરમાં અમારી સરકાર બની ગઈ, તેમના મંત્રીઓને ઘી કેળા થઈ ગયા તેવી સત્તા રૂપી મધલાળ અત્યારથી જ ટપકવા લાગી છે તે તેમનો અહંકાર અને અભિમાન દર્શાવે છે.

Previous article ગાંધીનગરના શૌચાલયોમાં મફત હોવા છતાં પે એન્ડ યુઝના બોર્ડ
Next article વિજય રૂપાણીએ મધુસુધન મિસ્ત્રીના પુત્રના પાર્થિવ દેહને શ્રધ્ધાંજલી પાઠવી