દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૪૫૧ લોકો સંક્રમિત થયા

93

૨૪ કલાકમાં ૫૮૫ લોકોના મોત નિપજ્યા : ૫ દિવસમાં જ ૨૫૦૦થી વધુ સંક્રમિતોના મોત થયા છે, એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧૬૨૬૬૧પર પહોંચી છે
નવી દિલ્હી , તા.૨૭
દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટ્યા છે. બુધવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે ૧૩,૪૫૧ નવા કોવિડ-૧૯ કેસ નોંધાયા છે અને ૫૮૫ લોકોના મોત થયા છે. પાંચ દિવસમાં જ ૨૫૦૦થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧,૬૨,૬૬૧પર પહોંચી છે. દેશમાં ૨૪ કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં ૭૧૬૩ નવા કેસ અને ૯૦ લોકોના મોત થયા છે. આમ કેરળમાં દેશના ૫૦ ટકા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૦૩ કરોડ ૫૩ લાખ ૨૫ હજારથી વધુ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે ૫૫ લાખ ૮૯ હજાર ડોઝ આપવામાં આવ્યા હતા. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. કોરોનાનાનું સંક્રમણ ધીમું પડી રહ્યું છે ત્યારે દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર થોડા સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર થોડા સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -૧૯ માર્ગદર્શિકા જાહેર કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે.

Previous articleપેગાસસ જાસૂસીની તપાસ માટે ૩ સભ્યની કમિટી રચાઈ
Next articleમોદી ભારતીય સંસ્કૃતિના દેવદૂત તરીકે ઊભર્યા : શાહ