મોદી ભારતીય સંસ્કૃતિના દેવદૂત તરીકે ઊભર્યા : શાહ

2

૨૦૧૪ પહેલા લાગતુ કે, લોકશાહી વ્યવસ્થા ટકી નહીં શકે પણ મોદીના કારણે લોકોનો આક્રોશ આશામાં બદલાયો
નવી દિલ્હી , તા.૨૭
દિલ્હીમાં લોકશાહીને લઈને ત્રણ દિવસના સંમેલનનુ આયોજન કરાયુ છે. જેમાં હાજરી આપનારા ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ હતુ કે, ભારતની આઝાદીને ૭૫ વર્ષ થઈ ગયા છે. મલ્ટી પાર્ટી ડેમોક્રેટિક સિસ્ટમ આઝાદી બાદ અપનાવીને યોગ્ય નિર્ણય તે સમયે સરકારે લીધો હતો. તેમણે કહ્યુ હતુ કે, ૨૦૧૪ સુધીમાં દેશના લોકો માટે રામ રાજ્યની કલ્પના ધ્વસ્ત થઈ ગઈ હતી. લોકોને આશંકા પણ પેદા થઈ હતી કે, ભારતની મલ્ટી પાર્ટી ડેમોક્રેટિક સિસ્ટમ ફેલ તો નથી થઈને. આવા સંજોગોમાં ભારતની જનતાએ પીએમ મોદીજીને સંપૂર્ણ બહુમતી સાથે દેશનુ શાસન સોંપ્યુ હતુ અને અમારી સરકાર લોકોની આશાઓ પર ખરી ઉતરી રહી છે. અમિત શાહે કહ્યુ હતુ કે, ૨૦૧૪ બાદ પીએમ મોદી ભારતની સંસ્કૃતિના દેવદૂત બનીને વૈશ્વિક સ્તરે ઉભર્યા છે. તેમણે દુનિયાભરમાં આપણો યોગ, આર્યુવેદને પહોંચાડવાનુ કામ કર્યુ છે. પીએમ મોદીએ ભારતીય સંસ્કૃતિના ધ્વજ વાહક બનીને યુએનમાં ભારતનુ પ્રતિનિધિત્વ કર્યુ છે. અમિત શાહે કહ્યુ તહુ કે, ૨૦૧૪ પહેલા લાગતુ હતુ કે, લોકશાહી વ્યવસ્થા ટકી નહીં શકે પણ પીએમ મોદીના કારણે લોકોનો આક્રોશ આશામાં બદલાયો હતો. આટલા માટો દેશમાં મલ્ટી પાર્ટી ડેમોક્રેટિક સિસ્ટમ હોવી જોઈએ. દરેક પાર્ટીની પોતાની વિચારધારા હોવી જોઈએ. પીએમ મોદીએ ગુજરાતના સીએમ બન્યા બાદ પારદર્શક વહીવટ અને સૌના વિકાસ માટે કામ શરૂ કર્યુ હતુ. પીએમ મોદીએ સરકારની દરેક કલ્યાણકારી યોજાનાની સાઈઝ બદલી નાંખી છે. જેમ કે પહેલા કોઈ યોજનામાં ૧૦૦૦૦ ઘર બનાવવાની વાત થતી હતી અને હવે પીએમ મોદી કહે છે કે, ૨૦૨૨ સુધીમાં દરેક વ્યક્તિ પાસે પાકુ મકાન હશે.