હાર્દિક પંડ્યાની મુંબઈ એરપોર્ટ મોંઘી ઘડિયાળને લઈ પુછપરછ

2

નવી દિલ્હી , તા.૧૬
બે કલાક સુધી એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. હાર્દિક પંડ્યા ેંછઈમાં રમાયેલા ્‌૨૦ વર્લ્‌ડ કપમાં પોતાની ક્ષમતા મુજબ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યો નહોતો. તેણે વર્લ્‌ડ કપની ત્રણ ઇનિંગ્સમાં ૬૯ રન બનાવ્યા હતા અને તે એકપણ વિકેટ લઈ શક્યો નહોતો. તે હજુ પણ પીઠની ઈજામાંથી ધીમે ધીમે સાજો થઈ રહ્યો છે, જેના કારણે તેને ન્યૂઝીલેન્ડ સામે ૧૭ નવેમ્બરથી શરૂ થનારી ટી૨૦ શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. કેએલ રાહુલે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયામાંથી બહાર રાખવા પર કહ્યું કે, તે ખૂબ જ સ્માર્ટ ખેલાડી છે અને તે વાપસી કરવાનો રસ્તો જાણે છે.તેણે કહ્યું, “સાચું કહું તો મને ખબર નથી કે શું થયું. તે જાણે છે કે શું કરવું અને તેની પાસેથી શું અપેક્ષા રાખવામાં આવે છે. તે આ સમજવા માટે પૂરતો સ્માર્ટ છે. તે એક સ્માર્ટ ખેલાડી છે અને કેવી રીતે વાપસી કરવી તે જાણે છે.”્‌૨૦ વર્લ્‌ડ કપ બાદ ભારત પરત ફરી રહેલા હાર્દિક પંડ્યાને કસ્ટમ વિભાગે એરપોર્ટ પર અટકાવ્યો હતો. ખુદ હાર્દિક પંડ્યાએ આજે ?? ટિ્‌વટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. કસ્ટમ વિભાગે એરપોર્ટ પર સ્ટાર ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ઘડિયાળ જપ્ત કરી હતી, જેની પાછળનું કારણ જણાવવામાં આવી રહ્યું હતું કે, હાર્દિક પાસે મોંઘી ઘડિયાળોનું બિલ નથી. પરંતુ હાર્દિકે તેની પાસે બિલ ન હોવાની વાતને નકારી કાઢી છે. તેણે કહ્યું કે, મેં મારા વતી કસ્ટમ વિભાગને બિલ બતાવ્યું છે. જ્યારે ટીમના ખેલાડીઓ ટી-૨૦ વર્લ્‌ડ કપમાં ભાગ લઈને યુએઈથી ઘરે પરત ફરી રહ્યા હતા. કસ્ટમ વિભાગે હાર્દિક પંડ્યાને રોક્યો હતો અને તેની ઘડિયાળનું બિલ બતાવવા કહ્યું હતું. ૧૫મી નવેમ્બર, સોમવારના રોજ સવારે દુબઈથી મારા આગમન વખતે, હું મારો સામાન લઈને મુંબઈ એરપોર્ટ પરના કસ્ટમ કાઉન્ટર પર મારા ખરીદેલા સામાન વિશે જાણ કરવા અને જરૂરી કસ્ટમ ડ્યુટી ચૂકવવા વ્યક્તિગત રીતે ગયો હતો. મુંબઈ એરપોર્ટ પર મારી માહિતી આપવા અંગે સોશિયલ મીડિયા પર ખોટી તસવીર રજૂ કરવામાં આવી રહી છે અને જે કંઈ થયું તે હું સ્પષ્ટ કરવા માંગુ છું. દુબઈથી મેં કાયદેસર રીતે જે માલ ખરીદ્યો હતો તે અંગે મેં અંગત રીતે જાણ કરી હતી. અને જે પણ ડ્યુટી થતી હતી તે ચૂકવવા તૈયાર હતો. આ દરમિયાન કસ્ટમ વિભાગે ખરીદીને લગતા તમામ દસ્તાવેજો માંગ્યા અને મેં આપ્યા. જોકે, કસ્ટમ્સ સામાનનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને મેં પહેલેથી જ કહ્યું છે કે, ગમે તેટલો ટેક્સ ભરવો પડશે. આ ઘડિયાળની કિંમત ૫ કરોડ નહીં પરંતુ ૧.૫ કરોડ રૂપિયા છે, જેમ કે સોશિયલ મીડિયા પર અફવાઓ કહેવામાં આવી રહી છે. હું કાયદાનું પાલન કરતો નાગરિક છું અને તમામ સરકારી એજન્સીઓનો આદર કરું છું. મને મુંબઈ કસ્ટમ વિભાગ તરફથી સંપૂર્ણ સહકાર મળ્યો છે અને મેં મારા સંપૂર્ણ સહકારની ખાતરી પણ આપી છે અને આ બાબતે તેમને જે પણ માન્ય દસ્તાવેજોની જરૂર પડશે તે પૂરી પાડીશ. કાયદાકીય મર્યાદા ઓળંગીને મારા પર લગાવવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા છે.