ઈન્ડિયા વતી રમવા માટે હજુ શેલ્ડ જેક્સનને શું કરવું પડશે : હરભજનસિંઘ

4

ભાવનગર,તા.૧૭
ચાલુ વર્ષે સૈયદ મુશ્તાકઅલી ટી-૨૦માં સતત ચાર અર્ધી સદી નોંધાવી ચૂકેલો શેલ્ડન જેક્સન એક યુવા ખેલાડીને પણ શરમાવે તેવી ફિટનેસ ધરાવે છે. છતા તેને ઇન્ડીયા-એ વતી રમવા માટે પણ પસંદ કરવામાં ન આવ્યો? ભજ્જીએ ટીકા કરી છે કે, સતત રનના ઢગલા કરવા ઉપરાંત ભારત વતી રમવા માટે તેણે શું કરવું જોઇએ તે પસંદગીકારો જણાવે.તાજેતરમાં આગામી ક્રિકેટ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની અને દ.આફ્રિકાના પ્રવાસે જવા માટેની જાહેર કરવામાં આવેલી ઇન્ડીયા-એ ટીમની ઘોષણા કરવામાં આવી હતી, જેમાં ભાવનગરના અને સૌરાષ્ટ્ર વતી રમતા ઇનફોર્મ બેટધર શેલ્ડન જેક્સનની પસંદગી કરવામાં નહીં. આવતા ભારતના દિગ્ગજ ક્રિકેટર હરભજનસિંઘે પોતાની નારાજગી વ્યક્ત કરતા ટ્‌વીટ કર્યુ છે કે ઇન્ડીયા વતી રમવા માટે શેલ્ડને હજુ શું કરવું પડશે તે કહો. હરભજને લખ્યુ છે કે, રણજી સિઝન ૨૦૧૮-૧૯માં ૮૫૪ રન, ૨૦૧૯-૨૦માં ૮૦૯ રન ફટકાર્યા હતા અને સૌરાષ્ટ્રની ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ રોલ અદા કર્યો હતો.