રાજ્યભરમાં ગરમીના પ્રમાણમાં આંશિક ઘટાડો

669
guj852018-8.jpg

રાજ્યભરમાં ગરમીના પ્રમાણમાં આંશિક રીતે ઘટાડો થયો છે પરંતુ લોકો ગરમીના કારણે હજુ પણ પરેશાન થયેલા છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગો, દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન ૪૧થી ૪૩ ડિગ્રી વચ્ચે રહે તેવી શક્યતા છે. અમદાવાદ માટેની આગાહીમાં સ્પષ્ટ જણાવાયું છે કે, તાપમાનમાં કોઇ વધારે ફેરફાર થશે નહીં. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૪૦.૯ અને લઘુત્તમ તાપમાન ૨૫.૭ ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગ તરફથી વધુ તાપમાન માટેની કોઇ ચેતવણી જારી કરવામાં આવી નથી પરંતુ લોકો ગરમીથી બચવા બિનજરૂરી બહાર નિકળવાનું ટાળી રહ્યા છે.  બિનજરૂરી રીતે ગરમાંથી બહાર ન નીકળવા લોકોને તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી હિટવેવને લઇને કોઇ ચેતવણી જારી કરાઈ નથી પરંતુ તીવ્ર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. આજે સોમવારના દિવસે પણ લોકો ઘરમાંથી બહાર નિકળવાનું ટાળતા નજરે પડ્યા હતા જેથી બપોરના ગાળામાં શહેરના મોટાભાગના રસ્તા સુમસામ બન્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. હાલમાં વધતા તાપમાની વચ્ચે પાણીથી ફેલાતી બિમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન આવતીકાલે ૪૧ ડિગ્રી રહી શકે છે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવાની જરૂરિયાત દેખાઈ રહી છે. દેશમાં હાલ વાતાવરણમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળે છે. બીજી બાજુ વધતી ગરમી વચ્ચે  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં નવા કેસ નોંધાઈ રહ્યા છે.  આવી સ્થિતિમાં તંત્રના પગલા બિનઅસરકારક સાબિત થઇ રહ્યા છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો મે મહિનામાં ઝાડા ઉલ્ટીના ૧૭૩ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના પાંચ જ દિવસમાં ૩૯ અને ટાઇફોઇડના ૫૫ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના પાંચ જ દિવસના ગાળામાં ૭૧ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં મે મહિનામાં ૧૧૦૦ કેસ સાદા મેલેરિયાના નોંધાયા હતા. આ મહિનામાં ઝેરી મેલેરિયાના ત્રણ કેસો સપાટી ઉપર આવ્યા છે. દેશના કેટલાક ભાગોમાં હાલ વાવાઝોડા અને વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં ગરમી તીવ્ર બની છે.

Previous articleશાપરમાં મગફળીના ગોડાઉનમાં આગ
Next articleનલિન કોટડિયા દ્વારા હવાલાથી ટ્રાન્સફર થયેલા ૨૫ લાખ જપ્ત