ઘોઘા ખાતે ઉર્ષ શરીફની ભવ્ય ઉજવણી

622
GUJ13122017-3.jpg

ઘોઘા ખાતે આવેલ હિન્દુ-મુસ્લીમ સમાજની એકતા સમાન શહેનશાહ હજરત રોશન ઝમીર અશરફશા પીરા દાદાનો ૨ દિવસીય ઉર્ષ શરીફની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 
સેંકડો શ્રધ્ધાળુઓના આસ્થાના કિરણ સમા ઘોઘા સ્થિત શહેનશાહ હજરત રોશન ઝમીર અશરફશાપીર બાપુનો ઉર્ષ શરીફની ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો.
આ ઉર્ષ પ્રસંગે દરગાહ શરીફમાં સંદલ શરીફ, મીલાર શરીફ, નીયાઝ શરીફ, સલાતો સલામ સામુહિક દુઆઓ સાથે સિદીની ધમાલ સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લીમ શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને પરસ્પરભાઈ ચારો તથા કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દરગાહ શરીફના અનવર બાજી સીદ્દી ખાદીમ તથા બિલાલ બાપુ, અમિનાબાનુ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.