વલ્લભીપુરમાં યોજાયેલ ફ્રી નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ લોકોએ લાભ લીધો

100

વલ્લભીપુરમાં રણછોડદાસ બાપુ ચેરિટેબલ રાજકોટ આયોજિત તેમજ સ્વ ભુપતભાઇ પી લંગાળિયા તથા સ્વ કૃતિકાબેન અનિલભાઈ કાલણીના સ્મરણાર્થે ૧૫મો ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાયો દીપ પ્રાગટ્ય કરી ફ્રી નેત્ર નિદાન કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો તેમાં ૨૦૦ આખના દર્દી એ લાભ લીધો તેમજ ૨૫૦ દર્દી એ ફ્રી નંબર ની તપાસ કરાવી ને રાહતદરે ચશ્મા નું વિતરણ પણ કરવામાં આવ્યુંને ૪૦ દર્દીને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા. તેમજ ભાવનગર થી પધારેલ આરતીબેન કનાડા, અંકિતભાઈ ભડિયાદરા, પરાગભાઇ ભડિયાદરા, ઉમેશભાઈ સોની, તમામ સામાજિક કાર્યકર્તા તેમજ ગામના આગેવાનો, મિત્રો, અગ્રણી, સામાજિક કાર્યકતા ઉપસ્થિત રહેલ તેમનું સન્માન પણ કરેલ ને દર્દી માટે નાસ્તાની વ્યવસ્થા ના દાતા મહેશભાઈ બાભભાઈ કાલાણી ત્થા અનિલભાઈ મનસુખભાઇ કાલાણી ત્થા તેમના મિત્રો દ્વારા કરવામાં આવીને દાતાશ્રી દ્વારા માનવ સેવા માં યોગદાન પણ આપેલ છે.

Previous articleપ્રદુષણના પ્રકાર, ઘન કચરાનો નિકાલ સંદર્ભે ઉમરાળા, તળાજામાં તાલીમ કાર્યક્રમ યોજાયો
Next articleખોડીયારનગરની ક્યૂટ બેબી ધ્વનિ સોલંકીનો આજે જન્મદિવસ