લોકોમાં ખુશીનો સંચાર થાય તે મારા સંગીતનો હેતુ છે : સંગીતકાર વિશ્વમોહન ભટ્ટ

846

સ્પીકમેકે અંતર્ગત લોકભારતી સણોસરા ખાતે યોજાયેલ શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ આપતા સુખ્યાત સંગીતકાર વિશ્વમોહન ભટ્ટે કહ્યું કે, લોકોમાં ખુશીનો સંચાર થાય તે મારા સંગીતનો હેતુ છે.

લોકભારતી ગ્રામ્યવિદ્યાપીઠ સણોસરા ખાતે સોમવારે રાત્રે સુખ્યાત સંગીતકાર વિશ્વમોહન ભટ્ટે શાસ્ત્રીય સંગીતમાં વિદ્યાર્થીઓ તથા સંગીત રસીકોને ઝુમાવ્યા હતા. તેમણે વિવિધ રાગની સમજ સાથે પ્રસ્તુતિ કરી હતી. તેમની સાથે તબલા સંગતમાં હિમાંશુભાઈ ભગત રહ્યાં હતા. વિશ્વ મોહન ભટ્ટે પ્રશ્નોત્તરી તથા તેમની વાત દરમિયાન કહ્યું કે, દરેક વ્યક્તિને કશુંક લક્ષ્ય હોય છે, જે સિધ્ધ કરવા મથતા હોય છે. પોતે ભારતીય સંગીતને નવા સ્વરૂપ સાથે એટલે પૂર્વ અને પશ્ચિમના સંગીતના સમન્વય સાધી મોહન વિણા શોધન કર્યુ. તેઓએ કહ્યું કે, લોકોમાં ખુશીનો સંચાર થાય તે મારા સંગીતનો હેતુ છે. સંગીતથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે.

સ્પીકમેકે અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમના સંચાલનમાં વિશાલભાઈ જોશી રહ્યાં હતા. પ્રારંભે હસમુખભાઈ દેવમુરારીએ સંગીતકારનો પરિચય આપ્યો હતો. અહીં સંસ્થાના વડા અરૂણભાઈ દવેએ સંગીતકારોને ચરખાની કૃતિ ભેટ આપી હતી.