ઉમરાળા કે.વ.શાળા નં-૧ ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવની શાનદાર ઉજવણી

520

જીસીઈઆરટી પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સિદસર આયોજિત ઉમરાળા કે.વ.શાળા નં-૧ ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવ ૨૦૧૯નું આયોજન તા-૨૭/૯/૧૯  ના રોજ ઉમરાળા કે.વ.શાળા નં-૨ ખાતે સુપેરે સંપન્ન કરવામાં આવ્યું.

આ દિન વિશેષ કાર્યક્રમમાં ક્લસ્ટરની ૧૦ શાળાના ૪૦ બાળ કલાકારોએ પોતાના વિવિધ કૌશલ્યોનું શાનદાર પ્રદર્શન કર્યું હતું.ચાર સ્પર્ધા અંતર્ગત કાવ્ય લેખન માં ઉમરાળા કન્યા શાળાની રાઠોડ ક્રિષ્ના બેન વી. ચિત્ર સ્પર્ધામાં રતનપર પ્રા.શાળાની મેર દ્રષ્ટિબેન બી. નિબંધ લેખન સ્પર્ધામાં ઉમરાળા કે.વ.શાળા નં- ૧ ના મેમરીયા પાર્થ બી તથા વકતૃત્વ સ્પર્ધામાં રતનપર પ્રા.શાળાની જાદવ નેન્સીબેન વી પ્રથમ ક્રમાંકે જાહેર થતા તેંમને ૧/૧૦/૧૯ ના રોજ બી.આર.સી.ભવન ધોળાં ખાતે તાલુકા કક્ષાના કલા ઉત્સવમાં ક્લસ્ટર નું પ્રતિનિધિત્વ કરશે.

દિન વિશેષ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબેન ધામેલીયા, પ્રધુમનસિંહ એસએમસી અધ્યક્ષ મહેબૂબ શા મોગલ  ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા દસ પેટા શાળાના માર્ગદર્શકઓ,યજમાન શાળાના આચાર્ય રણવીરસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું આયોજન અને સંચાલનની જવાબદારી સીઆરસી કો-ઓડીનેટર દિવ્યરાજસિંહ ગોહિલે સંભાળી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કન્યા શાળા નં-૨ ના શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Previous articleદામનગર શહેરમાં પરમાર્થ પરિવાર ટ્રસ્ટ દ્વારા પરહિત માટે પરમાર્થની દીવાલનું ભવ્ય ઉદ્ધાટન
Next articleમહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બિલ્વપત્ર ૨૦૧૯ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમો યોજાયા