કૃષ્ણનગર ઉપાશ્રય,મહિલા કોલેજ ખાતે દર્શન કરી પ્રબોધસુરી મહારાજના આશીર્વાદ મેળવતા ગૃહ રાજ્યમંત્રી

26

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે ભાવનગરના મહિલા કોલેજ વિસ્તારમાં કૃષ્ણનગર સોસાયટી ખાતે આવેલ કૃષ્ણનગર ઉપાશ્રય ખાતે શ્રદ્ધાપૂર્વક દર્શન કરી પ્રબોધસુરી મહારાજના આશીર્વાદ મેળવ્યાં હતાં. આ દર્શન વેળાએ તેમની સાથે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવે, મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયર કુમાર શાહ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધી, કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, શહેર ભા.જ.પા. પ્રમુખ રાજીવ પંડ્યા સહિતનાં પદાધિકારીઓ- અધિકારીઓ તથા જૈન સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.