કાલભૈરવ દાદાના શ્રદ્ધાપૂર્વક દર્શન અને પુજન અર્ચન કર્યા

22

રાજ્યના ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી ભાવનગર જિલ્લાની એક દિવસીય ટૂંકી મુલાકાતે પધાર્યા છે. તેઓ તેમના ભાવનગર ખાતેના કાર્યક્રમો પતાવી બપોર બાદ પાલીતાણા પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે પ્રસિદ્ધ કાલભૈરવ મંદિરમાં કાલભૈરવ દાદાના શ્રદ્ધાપૂર્વક દર્શન- અર્ચન કરીને શીશ ઝુકાવ્યું હતું. આ દર્શન- આરતી સમયે તેમની સાથે પાલીતાણાના ધારાસભ્યશ્રી ભીખાભાઇ બારૈયા, જિલ્લા ભાજપના અધ્યક્ષશ્રી મુકેશભાઈ લંગાળીયા, રેન્જ આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડાશ્રી જયપાલસિંહ રાઠૌર,ભાજપના અગ્રણીશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા તથા સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.