વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપર હુમલાના પ્રયાસના વિરોધમાં ધરણા પ્રદર્શન યોજાયા

74

ભાવનગર શહેર ભાજપ દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે ક્રેસંટ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપર હુમલાના પ્રયાસના વિરોધમાં ધરણા પ્રદર્શન કરાયું હતું.
તાજેતરમાં ઇતિહાસની પ્રથમ બનેલ બનેલી ઘટના કે જેમાં એક વિરોધી ટોળું વડાપ્રધાનની ખૂબ નજીક આવી ગયું હતું. જીઁય્ એ ત્વરિત કાર્યવાહી કરીને વડાપ્રધાનના કાફલાને પરત ફરવું પડ્યું હતું. વૈશ્વિક સ્તરના શક્તિશાળી નેતાઓમાંના એક એવા તેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે પોતાના જ દેશમાં અઘટિત ઘટના બની. તેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપર થયેલા આ પ્રકારના હુમલાના પ્રયાસના વિરોધમાં ભાવનગર શહેર ભાજપ દ્વારા આજે ક્રેસંટ સર્કલ, મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ ધરણા કાર્યક્રમમાં સાંસદ ભારતીબેન શિયાળ, પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે, શહેર અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા, મહામંત્રીઓ સહિત સમગ્ર શહેર સંગઠનના સૌ પદાધિકારીઓ, વરિષ્ઠ અગેવાનો, પ્રદેશ કારોબારીના સદસ્યઓ, શહેર સંગઠનના તમામ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, મહાનગરપાલિકાના પદાધીકારીઓ, નગરસેવકો, સેલ મોરચાના આગેવાનો, શિક્ષણ સમિતિના ચેરમેન તથા સદસ્યો, દરેક વોર્ડના પ્રમુખ અને મહામંત્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.