બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ધમકી આપવાના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

643

ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને નાસતા ફરતા આરોપીઓન ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ
જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસે બાતમી આધારે બોરતળાવ પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.ન. ૨૭૪/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી બીજલભાઇ નારણભાઇ ભારાઇ ઉ.વ.૩૬ રહેવાસી અનુરાધા પાર્ક ખોડીયાર મંદિરની પાછળ ખામધ્રોલ રોડ જીલ્લો જુનાગઢવાળાને ભાવનગર ચિત્રા માર્કેટીંગ યાર્ડ પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા, જગદીશભાઇ મારૂ, બાવકુદાન ગઢવી, તથા પોલીસ કોન્સ. હારીતસિંહ ચૌહાણ જોડાયા હતા.

Previous articleસગીરા અપહરણના ગુન્હામા નાસતો ફરતો આરોપી પકડી પાડી ભોગબનનાર સગીરાને છોડાવતી પાલીતાણા ટાઉન પોલીસ.
Next articleપોલીસ ભરતીમાં થયેલા અન્યાયનીં વિરોધમાં મુંડન કરાયું