૧૫-૧૮ વર્ષના બે કરોડ ટીનેજર્સે રસીનો ડોઝ લીધો

65

ત્રીજી લહેરની શરૂઆત વચ્ચે રસી અભિયાન પૂરજોશમાં : દેશમાં ૧૮ વર્ષથી વધારે વયના ૯૧ ટકા નાગરિકોને કોરોનાનો ઓછામાં ઓછો એક ડોઝ અપાયો છે
નવી દિલ્હી, તા.૮
ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની શરુઆતની વચ્ચે ૧૫ થી ૧૮ વર્ષના ટીન એજર્સને કોરોનાની રસી મુકવાનુ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યુ છે. આ અભિયાનને એક અઠવાડિયુ થવા આવ્યુ છે ત્યારે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે, દેશમાં ૧૫ થી ૧૮ વર્ષના બે કરોડ ટીન એજર્સે કોરોના રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે. તેમણે કહ્યુ હતુ કે, બહુ સારી વાત છે કે, યુવાઓ વેક્સીન લેવા માટે આગળ આવી રહ્યા છે અને એક જ અઠવાડિયામાં ૧૫ થી ૧૮ વર્ષના બે કરોડ ટીન એજર્સ રસી લઈ ચુકયા છે. ઉલ્લેખનીય છે કે, આ એજગ્રૂપના મોટાભાગના ટીન એજર્સ સ્કૂલોમાં અભ્યાસ કરતા હોવાથી દેશમાં વિવિધ સ્કૂલોમાં તેમના રસીકરણ માટે કેન્દ્રો શરુ કરાયા છે અને તેના કારણે આ કેટેગરીમાં રસી લેનારાઓ ઝડપભેર વધી રહ્યા છે.દરમિયાન દેશમાં ૧૮ વર્ષથી વધારે વયના ૯૧ ટકા નાગરિકોને કોરોનાનો ઓછામાં ઓછો એક ડોઝ અપાયો છે અને ૬૬ ટકા લોકોને બંને ડોઝ મળી ગયા છે.

Previous articleદિલ્હીમાં ઈમરજન્સીમાં જ લોકો ઘર બહાર નીકળી શકશે
Next articleવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપર હુમલાના પ્રયાસના વિરોધમાં ધરણા પ્રદર્શન યોજાયા