ભાજપ ઝારખંડ, મહારાષ્ટ્ર તેમજ હરિયાણામાં વિધાનસભા ચૂંટણી અમિત શાહના નેતૃત્વમાં લડશે

450

આવનારા ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ભારતીય જનતા પાર્ટી અમિત શાહના નેતૃત્વમાં જ લડાવાની છે. આ વર્ષના અંતમાં ઝારખંડ, મહારાષ્ટ્ર, અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ ત્રણેય રાજ્યો ભાજપની દ્રષ્ટિથી ખૂબ જ અગત્યના છે.

ભાજપને પોતાનો નવો રાષ્ટ્રીય અધ્યક્ષ આ ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ જ મળવાનો છે. અમિત શાહના નેતૃત્વમાં ભાજપે લોકસભામાં પ્રચંડ જીત નોંધાવતા ૩૦૩ સીટો મેળવી છે. અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ જેપી નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે. નવા અધ્યક્ષ અને આખા દેશમાં સંગઠનની ચૂંટણી માટે ભાજપે રાધામોહન સિંહના નેતૃત્વમાં ચૂંટણી સમિતિની રચના કરી દીધી છે.

પરંતુ આખા દેશમાં સંગઠનની ચૂંટણીમાં મોડું થતાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ૧૫મી ડિસેમ્બર બાદ જ શકય થવાની સંભાવના છે. જે કાર્યક્રમ નક્કી કરાયો છે તે પ્રમાણે સંગઠન ચૂંટણીની પ્રક્રિયા ૧૧ સપ્ટેમ્બરથી શરૂ થશે. ૧૧ ઑક્ટોબરલથી ૩૧ ઑક્ટોબરની વચ્ચે મંડળ સ્તરના અધ્યક્ષની ચૂંટણી સંપન્ન કરાશે. જ્યારે ૧ થી ૧૫ ડિસેમ્બર સુધીમાં રાજ્ય અધ્યક્ષો અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણી કરાશે.

સ્થાનિક અને રાજ્યના સ્તર પર સંગઠનની ચૂંટણી સંપન્ન થયા બાદ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી કરાશે તેની પ્રક્રિયા પણ અંદાજે ૧૫ દિવસથી ૧ મહિના સુધી ચાલી શકે છે. એટલે કે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપને ૧૫મી ડિસેમ્બર બાદ મળવાના છે. ચૂંટણી પ્રક્રિયામાં મોડું થતાં દેશભરમાં ભાજપ સદસ્યતા અભિયાન ચલાવાની છે. સદસ્યતા અભિયાન પહેલાં ૧૧ ઑગસ્ટ સુધી ચાલવાનું હતું જે હવે ૨૦ ઑગસ્ટ સુધી ચાલવા જઇ રહ્યું છે.

Previous articleજવાહરલાલ નેહરુએ પ્રથમ વાર રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો
Next articleપ્રથમ ત્રિમાસિકમાં ફાર્મા સેકટરમાં મોરપેન લેબ્સમાં તેજીનું પરિણામ