ભાવનગરમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમીત્તે રક્તદાન શિબિર અને વિવેકાનંદ સુત્રોનું પ્રદર્શન યોજાયું

88

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને વિવેકાનંદ કેન્દ્ર દ્વારા ખાસ આયોજન કરાયું : રક્તદાતાઓને પ્રમાણપત્ર તેમજ સ્મૃતિભેટ એનાયત કરાયા
ભાવનગરમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી જિલ્લા શાખા અને વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી શાખા દ્વારા આજરોજ યુવા દિવસ નિમિત્તે રક્તદાન શિબિર અને વિવેકાનંદ સુત્રોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૨ જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમીત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઊજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે રેડક્રોસ ભવન બાર્ટન લાઈબ્રેરી સામે દિવાનપરા રોડ ખાતે આવેલા ઉતમ.એન.ભુતા રેડકોસ બ્લડ સેન્ટર (બ્લડ બેન્ક) ખાતે આજરોજ યુવા દિવસની ઊજવણી કરવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદની જયંતિ નિમીત્તે સવારથી રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવી રહ્યું છે. રક્તદાન કરનારા રક્તદાતાઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યાં હતા તેમજ સ્મૃતિભેટથી સન્માનીત કરવામાં આવ્યા હતા. સ્વામી વિવેકાનંદના પુસ્તકો પણ યુવાનોને ભેટ આપવાનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સરકારની કોવીડ ગાઈડલાઈનનું પાલન કરીને યુવાનોને ૨ક્તદાન માટે આવવા રેડક્રોસ સોસાયટી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. રક્તદાન દ્વારા એકઠું થનારુ રકત જરૂરીયાતમંદ લોકો, થેલેસિમીયાના રોગથી પીડાતા બાળકો, હિમોફિલિયા રોગના બાળકો વગેરેને વિનામૂલ્યે આપવામાં આવશે.
આ સાથે સ્વામી વિવેકાનંદના સૂત્રો અને ફોટોગ્રાફસનું પ્રદર્શન યોજવામાં આવશે. જેનો પણ નગરજનોને લાભ લેવા અનુરોધ કરાયો હતો. આ કાર્યક્રમ વેળાએ જિલ્લા કાનૂની સેવા સતા મંડળના જજ પી.પી.શાહ, વિવેકાનંદ કેન્દ્રના રેખા જોષી, રેડક્રોસના ચેરમેન સુમિત ઠક્કર, મિલન ડી.દવે, વર્ષા લાલાણી, તથા રોહિત ભંડેરી, કાર્તિક દવે રેડક્રોસના સ્ટાફ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleભાવનગરમાં ૧૮ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા બર્ફીલા પવનોને પગલે થરથર ધ્રુજાવતી ટાઢ અકબંધ
Next articleનાગર પરિષદ મહિલા પાંખ તથા બ્રહ્મ ક્રાંતિ ગ્રુપના ઉપક્રમે દુલ્હન શણગાર હરીફાઈ