નાગર પરિષદ મહિલા પાંખ તથા બ્રહ્મ ક્રાંતિ ગ્રુપના ઉપક્રમે દુલ્હન શણગાર હરીફાઈ

94

અખિલ ભારતીય નાગર પરિષદ મહિલા પાંખ ભાવનગર તથા બ્રહ્મ ક્રાંતિ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે દુલ્હન શણગાર હરીફાઈના આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં૧૩ બહેનોને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બ્રહ્મ સમાજના અગ્રણીઓ રાજુભાઇ ઉપાધ્યાય, તેજસભાઇ જોષી, મહેશદાદા, ઘનશ્યામભાઇ ત્રિવેદી, કૌશિકભાઈ ઉપાધ્યાય, જયેશભાઈ ભટ્ટ વગેરેએ હાજરી આપી હતી. નાગરિક બેંકના ડાયરેક્ટર દર્શનાબેન જોષી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પ્રથમ નંબરેરૂઋતુ ભટ્ટ,દ્વિતીય ક્રમે રૂદુલારીબેન પંડ્યા વ્યાસ ( અમદાવાદ) તેમજ તૃતીય ક્રમેરૂ હેતલબેન શુક્લને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. બ્રહ્મ ક્રાંતિ ગ્રુપ દ્વારા ચાલતી સેવાકીય, સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી સંઘના પ્રમુખકૌશિકભાઈ ઉપાધ્યાયે આપી હતી કાર્યક્રમ અંગેની માહિતી તેમજ પ્રાસંગિક પ્રવચન અખિલ ભારતીય નાગર પરિષદ મહિલા પાંખ ભાવનગરના પ્રમુખ શ્રીમતી જાનકીબેન પંડ્યાએ આપ્યું હતું.અને અંતમાં આભારવિધિ પણ કરી હતી.