યુવાઓએ દેશને ૨૦૪૭માં લઈ જવાનો છેઃ વડાપ્રધાન

86

પીએમ મોદીએ એનસીસી કેડેટસને સંબોધન કર્યુ : આપણે બતાવી દીધું છે કે, દેશની વાત હોય તો આપણા માટે તેનાથી વધારે કંઈ જ નથી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
નવીદિલ્હી,તા.૨૮
પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે દિલ્હીના કરિયપ્પા ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય કેડેટ કોરની રેલીને સંબોધન કરતા કહ્યું કે, હાલના સમયમાં દેશ પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. અને જ્યારે એક યુવાન દેશ આ પ્રકારના ઐતિહાસિક અવસરનો સાક્ષી બને છે, તો તેના ઉત્સવમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય છે. અહીં ઉત્સાહ હાલ કરિયપ્પા ગ્રાઉન્ડમાં જોઈ રહ્યો છું. મને ગર્વ છે કે, હું પણ આપની માફક એનસીસીનો સક્રિય કેડેટ રહ્યો છું. મને એનસીસીમાં જે ટ્રેનિંગ મળી, જે જાણવા-શિખવા મળ્યું, તેનાથી આજે દેશ પ્રત્યેની જવાબદારીઓ વહન કરવાની મને તાકાત મળે છે. તેમણે કહ્યું, આજે જ્યારે દેશ નવા સંકલ્પો સાથે આગળ વધી રહ્યો છે. ત્યારે દેશમાં એનસીસીને મજબૂક કરવા માટેના પ્રયાસો ચાલું છે. તેના માટે દેશમાં એક હાઈ લેવલ રિવ્યૂ કમિટીની સ્થાપના કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષોમાં અમે દેશના સરહદી વિસ્તારમાં ૧ લાખ નવા કેડેટ્‌સ બનાવ્યા છે. હવે દેશની દિકરીઓ સૈનિક સ્કૂલોમાં એડમિશન લઈ રહી છે. સેનામાં મહિલાઓેને મોટી જવાબદારીઓ મળતી થઈ છે. એરફોર્સમાં દેશની દિકરીઓ ફાઈટર પ્લેન ઉડાવી રહી છે. ત્યારે હવે અમારે પ્રયત્ન છે કે, એનસીસીમાં પણ વધારે દિકરીઓ જોડાય.
પ્રધાનમંત્રીએ આગળ કહ્યું કકે, આજે આ સમયે જેટલા પણ યુવાન યુવતીઓ એનસીસીમાં છે, તેમાંથી મોટા ભાગના આ શતાબ્દીમાં જ જન્મ્યા છે. આપે પણ ભારતને ૨૦૪૭ સુધી લઈને જવાનો છે. એટલા માટે આપના પ્રયત્નો, આપના સંકલ્પ, એ સંકલ્પોની સિદ્ધી, ભારતની સિદ્ધી હશે. ભારતની સફળતા હશે. જે દેશનો યુવાન, રાષ્ટ્ર પ્રથમની વિચારધારા સાથે આગળ વધવા લાગે છે, તેને દુનિયાની કોઈ તાકાત રોકી શકતું નથી. આજે રતમના મેદાનમાં, ભારતની સફળતા તેનું એક મોટુ ઉદાહરણ છે. પીએમ મોદીએ કહ્યું, આઝાદીના અમૃતકાળમાં, આજથી લઈને આગામી ૨૫ વર્ષ, આપને આપની પ્રવૃતિઓને, પોતાના કામને દેશના વિકાસની સાથે, દેશની અપેક્ષાઓ સાથે જોડવાની છે. તમામ યુવાનો, વોકલ ફોર લોકલના અભિયાનમાં મોટી ભૂમિકા નિભાવી શકે છે. જો ભારતનો યુવાન નક્કી કરી લે કે, જે વસ્તુના નિર્માણમાં ભારતનું યોગદાન છે. ભારતનો પરસેવો છે, ભારતની મહેનત છે, તે જ ખરીદીશે. તો ભારતનું ભાગ્ય બદલાઈ જશે. આજે વધું એક ડિજીટલ ટેક્નોલોજી અને ઈન્ફર્મેશન સાથે જોડાયેલી સારી સંભાવના છે, તો બીજી બાજૂ અફવાઓને ખતમ પણ કરવાની છે. તેમણે કહ્યું કે, આપમા દેશમાં સામાન્ય માનવ, કોઈ પણ અફવાઓનો શિકાર ન બને તે જરૂરી છે. એનસીસી કેડેંટ્‌સ તેના માટે એક જાગૃતિ અભિયાન શરૂ કરી શકે છે. જે સ્કૂલ કોલેજમાં એનસીસી હોય, ત્યાં ડ્રગ્સ કેવી રીતે પહોંચી શકે, આપ કેડેટ્‌સ તરીકે ખુદ ડ્રગ્સ મુક્ત રહો અને સાથે સાથે પોતાના કેમ્પસને પણ ડ્રગ્સ મુક્ત રાખો. આપની સાથે જે દ્ગઝ્રઝ્ર, દ્ગજીજીમાં નથી, તેમને પણ આ ખોટી આદત છોડવામાં મદદ કરો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરી એનસીસી ટુકડીઓના માર્ચ પાસ્ટની સમીક્ષા કરી હતી અને એનસીસી કેડેટ્‌સને લશ્કરી કાર્યવાહી, સ્લિથરિંગ, માઇક્રોલાઇટ એરક્રાફ્ટમાં ઉડ્ડયન, પેરાસેલિંગ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેમનું ઉત્કૃષ્ટ કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું શ્રેષ્ઠ કેડેટ્‌સને વડાપ્રધાન દ્વારા મેડલ અને બેટન આપવામાં આવ્યા હતાં. આ એનસીસી કેમ્પમાં દેશના ૧૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૫૦૦ સપોર્ટ સ્ટાફ અને ૩૮૦ છોકરીઓ સહિત ૧૦૦૦ કેડેટ્‌સ ભાગ લીધો હતો અગાઉ, ગયા વર્ષે ૨૦૨૧ માં આ જ દિવસે, પીએમએ એનસીસી સાથે સંબંધિત અન્ય પ્રસંગે કેડેટ્‌સનું સન્માન કર્યું હતું. દિલ્હીના કરિઅપ્પા ગ્રાઉન્ડમાં આયોજિત સમારોહમાં પીએમ મોદીએ એનસીસી પરેડ બાદ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા કેડેટ્‌સને પણ સંબોધિત કર્યા હતા. પીએમઓ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, આ રેલીનું આયોજન દર વર્ષે ૨૮ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં એનસીસી કેડેટ્‌સની પરેડ પૂરી થયા બાદ કરવામાં આવે છે.

Previous article૩૦મી જાન્યુઆરી એ સમગ્ર દેશમાં ગાંઘી નિર્માણ દિવસને ‘શહીદ દિવસ તરીકે શા માટે ઉજવાય છે ?
Next articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૫૧,૨૦૯ નવા કેસ નોંધાયા