દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૫૧,૨૦૯ નવા કેસ નોંધાયા

80

છેલ્લા ૨૪ કલાકમાં ૬૨૭ના મોત થયા : દૈનિક ચેપ દર ૧૫.૮૮ ટકા છે જ્યારે સાપ્તાહિક ચેપ દર ૧૭.૪૭ ટકા છે, અત્યાર સુધીમાં ૭૨.૩૭ કરોડ ટેસ્ટ કરાયા
નવી દિલ્હી,તા.૨૮
દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસ ગઈકાલની સરખામણીએ આજે ઘટ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૨ લાખ ૫૧ હજાર ૨૦૯ નવા કેસ નોંધાયા છે અને ૬૨૭ લોકોના મોત થયા છે. દેશમાં દૈનિક હકારાત્મકતા દર હવે ઘટીને ૧૫.૮૮ ટકા પર આવી ગયો છે. મોટી વાત એ છે કે ગઈકાલથી દેશમાં ૧૨ ટકા કેસ ઓછા થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૨૧ લાખ ૫ હજાર ૬૧૧ થઈ ગઈ છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને ૪ લાખ ૯૨ હજાર ૩૨૭ થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે ત્રણ લાખ ૪૭ હજાર ૪૪૩ લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં ૩ કરોડ ૮૦ લાખ ૨૪ હજાર ૭૭૧ લોકો ચેપ મુક્ત થઈ ગયા છે. હાલમાં, દૈનિક ચેપ દર ૧૫.૮૮ ટકા છે જ્યારે સાપ્તાહિક ચેપ દર ૧૭.૪૭ ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં ૭૨.૩૭ કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫,૮૨,૩૦૭ ટેસ્ટનો સમાવેશ થાય છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના ૧૬૪ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે ૫૭ લાખ ૩૫ હજાર ૬૯૨ ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના ૧૬૪ કરોડ ૪૪ લાખ ૭૩ હજાર ૨૧૬ ડોઝ આપવામાં આવ્યા છે.

Previous articleયુવાઓએ દેશને ૨૦૪૭માં લઈ જવાનો છેઃ વડાપ્રધાન
Next articleદારૂના નશામાં વાહન ચલાવવું એ ગંભીર ગુનો : સુપ્રીમ કોર્ટ