માઈ ભક્તોનો મનપસંદ માસ એવાં “માઘ” માસનો થયો પ્રારંભ

261

એક માસ સુધી દૈવી શક્તિપીઠો માં દૈવી ઉપાસના-સાધના-આરાધના અને પૂજન અર્ચન કરાશે
સમગ્ર સૃષ્ટિની સર્જનહાર આદ્યશક્તિ જગત જનની માઁ અંબા-શક્તિ સ્વરૂપાના વર્ષ દરમ્યાન આવતા વિવિધ અવસરો-ઉત્સવો પૈકી એક માસ જેને “માઘ” માસ તરીકે ઓળખવામાં આવે છે પુરાણોક્ત શાસ્ત્ર દૈવીભાગવત માં માઘ માસનો વિશેષ ઉલ્લેખ છે એવાં આ માસનો આજથી પ્રારંભ થયો છે એક માસ સુધી માતાજીની ભક્તિ અનુષ્ઠાન દ્વારા માઈ ને પ્રસન્ન કરવા-રીઝવવા પ્રયત્નો કરશે. સામાન્ય રીતે સાંપ્રત સમાજમાં આદ્યાત્મિક જગતમાં માં શક્તિ ની ઉપાસના માટે વર્ષ દરમ્યાન આવતા નવરાત્રા ને વિશેષ-મહત્તા સાથે આગવી રીતે ઉજવવામાં આવે છે પરંતુ માઘ માસમાં દૈવી અનુષ્ઠાન-સાધનાનું ખાસ મહત્વ ધરાવે છે દેશ-રાજ્ય સાથોસાથ ગોહિલવાડ પંથકમાં આસ્થાળુઓનો એક મોટો વર્ગ માઘ માસની પ્રતિક્ષા કરતો હોય છે ત્યારે ગઈ કાલે સોમવતી અમાવસ્યાની ઉજવણી સાથે પોષ માસનું સમાપન થયું અને આજે મંગળવારે પણ અનેક લોકો એ અમાસની તિથિ ગણી છે પંચાંગ નિર્દેશ મુજબ મંગળવારે બપોર સુધી અમાસ અને ત્યારબાદ બેસતો મહિના ની ગણતરી કરવામાં આવી છે તો કેટલાક લોકો એ બુધવારે બેસતો મહિનો ગણશે આ માસમાં ભગવાન સૂર્યનારાયણ ના પત્ની એવાં રન્નાદે એટલેકે રાંદલ માતાની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે ભાવનગર શહેર-જિલ્લા માં ત્રણ મોટા મંદિરો રાંદલમાતાના આવેલા છે જેમાં શહેરના કરચલીયાપરા વિસ્તારમાં આવેલું રાંદલમાતાનુ મંદિર તળાજા તાલુકાના આંમળા ગામે પણ અર્વાચીન કાળથી “રાંકા ના રાંદલ” તરીકે નું ધામ સારીએવી ખ્યાતિ ધરાવે છે એજ રીતે ઉમરળા તાલુકાના દડવા ગામે આવેલું રાંદલમાતાનુ મંદિર જગ વિખ્યાત છે સામાન્ય રીતે નિઃસંતાન દંપતિઓની આસ્થાળુઓનુ આગવું કેન્દ્ર બિંદુ એટલે રાંદલ ધામ રાંદલ માતા વાંજીયાઓના મેણા ભાંગતા હોવાની લોક આસ્થા આજેપણ સમાજમાં અકબંધ છે. ત્યારે આખો માસ આ મંદિરોમાં લોકો દર્શન સાથે માતાના ચરણોમાં શિશ ઝુકાવવા ઉમટી પડશે તથા દર રવિવારે રાંદલમાતામા શ્રદ્ધા-આસ્થા ધરાવતા શ્રદ્ધાળુઓ ઉપવાસી રહી માતાનાં ગુણગાન ગાવા પહોંચશે રવિવારે દરેક રાંદલ ધામમાં લોક મેળા જેવો માહોલ જોવા મળશે આજે ભાવનગર શહેર તથા જિલ્લા માથી શ્રધ્ધાળુઓ નો મોટો સમુદાય પગપાળા દડવા રાંદલધામ જવા રવાના થયો હતો.

Previous articleમનોવિજ્ઞાન વિભાગ દ્વારા જ્ઞાનસત્ર વ્યાખ્યાન શ્રેણી અંતર્ગતનું આયોજન
Next articleતળાજાની સરકારી ઉચ્ચતર માધ્યમિક સાયન્સ સ્કુલ ખાતે આજે રસીકરણ નો બીજો ડોઝ ઉત્સાહ પૂર્વક વિધાર્થીઓ એ લાભ લીધો