મનોવિજ્ઞાન વિભાગ દ્વારા જ્ઞાનસત્ર વ્યાખ્યાન શ્રેણી અંતર્ગતનું આયોજન

124

ભાવનગર તા.૨
અત્રેની કોલેજનાં આચાર્યશ્રી ડો. કે. ડી. ટીલવા સાહેબની પ્રેરણાથી જ્ઞાનસત્ર શ્રેણી વ્યાખ્યાન અંતર્ગત મનોવિજ્ઞાન વિભાગ દ્વારા તારીખ : ૩૧/૦૧/૨૦૨૨ ના રોજ માનસિક સ્વાસ્થ્યની જાગૃતિ અર્થે એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનોવિજ્ઞાન વિભાગનાં અધ્યક્ષ, માનસિક સ્વાસ્થ્ય વિષયનાં નિષ્ણાંત ડો. નમિતાબેન શાહ દ્વારા ‘Mental Health Matters` વિષય હેઠળ એક વ્યાખ્યાન આપવામાં આવ્યું, આ વ્યાખ્યાનમાં તેમણે માનસિક સ્વાસ્થ્યની જાગૃતિનું મહત્વ, હાલમાં વધતાં જતા માનસિક રોગોનું પ્રમાણ, કઇ રીતે માનસિક રોગનાં લક્ષણો ને સમજવાં અને માનસિક સ્વાસ્થ્ય કથળે તે પહેલા કઇ રીતે સારવાર સુધી પહોંચી શકાય તે વિશે ઉંડાણપૂર્વક વાત કરી હતી. આ વ્યાખ્યાનમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. કે. ડી. ટીલવા તેમજ સમગ્ર ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફે હાજરી આપી હતી તથા કોલેજના તેમજ અવાણિયા હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ હાજરી આપી હતી.

Previous articleઆપણે જ જવાબદાર…
Next articleમાઈ ભક્તોનો મનપસંદ માસ એવાં “માઘ” માસનો થયો પ્રારંભ