મહુવા યાર્ડની ચૂંટણીમાં ઘનશ્યામભાઈની પેનલનો વિજય

98

ખરીદ વેચાણની એક બેઠક માટે કોંગ્રેસ પ્રેરીત ઉમેદવારના મત સરખા થયા તો ચિઠ્ઠીમાં હાર્યા: વેપારી વિભાગમાં એક અપક્ષ ઉમેદવારનો વિજય
મહુવા ખેતીવાડી ઉત્પન બજાર સમિતિની ૧૫ બેઠકો માટે ગઈકાલે શુક્રવારે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ કોંગ્રેસ સહિત પક્ષોના ૩૭ ઉમેદવારોએ ઝંપલાવ્યુ હતું. જેમાં ખેડુત વિભાગની ૧૦ બેઠક માટે ૮૮.૮૬ ટકા, વેપારી વિભાગની ચાર બેઠક માટે ૮૭.૪૭ ટકા અને ખરીદ વેચાણ વિભાગની એક બેઠક માટે ૧૦૦ ટકા મતદાન થયુ હતું. આજે સવારે મતગણતરીનો પ્રારંભ થયેલ જેમાં ઘનશ્યામભાઈ પટેલની પેનલનો ફરી એક વખત વિજય થયો હતો. મહુવા માર્કેટીંગ યાર્ડની ચૂંટણી ગઈકાલે તા.૪ના રોજ યોજાયેલી જેમાં તમામ પક્ષોના ઉમેદવારોએ વિધાનસભાની જેમ વિજેતા થવા માટે એડીચોટીનું જાેર લગાવેલ અને રસાકસી ભર્યો માહોલ જામ્યો હતો. ખેડુતોએ મતદાન માટે ભારે ઉત્સાહ દેખાડ્યો હતો. આજે સવારે મતગણતરીનો પ્રારંભ થયેલ જેમાં સૌ પ્રથમ ખરીદ વેચાણ વિભાગના માત્ર ૧૪ મતોની ગણતરી કરાયેલ જેમાં કોંગ્રેસ અને ભાજપ પ્રેરીત બન્ને ઉમેદવારોને સાત સાત મતો મળ્યા હતા. ત્યારબાદ ચીઠ્ઠી નાખવામાં આવેલ જેમાં કોંગ્રેસના ઉમેદવાર હાર્યા હતા અને જિલુભાઈ હમિરભાઈ ભૂકણનો વિજય થયો હતો. આ ઉપરાંત વેપારી વિભાગની પેનલમાં અશોકભાઈ કામળીયા-૩૩૪, પ્રવિણભાઈ જાની-૩૨૪, સંજયભાઈ દોશી-૩૧૪ અને પ્રકાશભાઈ સેતા ૨૮૭ મતો મળતા વિજયી થયા હતા. જ્યારે ખેડુત વિભાગની ૧૦ બેઠક માટે સૌથી વધુ ૨૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયેલ જેમાં બપોર સુધીમાં મતગણતરી પૂર્ણ થતા ઘનશ્યામભાઈ પટેલની પેનલના ખેડુતોનો વિજય થયો હતો જેમાં ઘનશ્યામભાઈ રવજીભાઈ પટેલ-૫૩૫, કનુભાઈ દાનાભાઈ કાતરીયા-૫૦૨, જસુભાઈ લવજીભાઈ કાતરીયા-૪૮૩, ગભરૂભાઈ ગેલાભાઈ કામળીયા-૪૬૫, રાણાભાઈ જાેધાભાઈ ગોહિલ-૪૫૨, બાબુભાઈ પાંચાભાઈ જાેળીયા-૪૪૩, વેલજીભાઈ હમીરભાઈ બારૈયા-૪૩૦, જીતેન્દ્રભાઈ અંબાશંકર જાની-૪૪૦, આલીંગભાઈ મુળજીભાઈ કામળીયા-૪૩૨, તથા કરશનભાઈ ખાટાભાઈ સેલાણા-૪૩૨ મતો મળતા વિજયો થયો હતો. ઘનશ્યામભાઈ પટેલની પેનલનો વિજય થતા ખેડુતોએ વિજયોત્સવ મનાવ્યો હતો.

Previous articleદિલ્હી સહિત ઉત્તર ભારતનાં વિવિધ વિસ્તારોમાં વરસાદનાં કારણે ઠંડી
Next articleવસંત પંચમી નિમિત્તે ભાવનગરમાં ૫૦૦થી વધુ લગ્નોની ધૂમ