વસંત પંચમી નિમિત્તે ભાવનગરમાં ૫૦૦થી વધુ લગ્નોની ધૂમ

107

શહેર તથા જિલ્લામાં સંખ્યાબંધ લગ્નો સાથે ગૃહ પ્રવેશ સહિતના મંગળ-શુભ માંગલિક પ્રસંગોની હારમાળા સર્જાઈ
શિશિર ઋતુની વિદાઈ સાથે વસંત ઋતુના વધામણાં અને વિદ્યા સંગીતની દેવી માં શારદા-સરસ્વતીના પ્રૃથ્વિ પ્રાગટ્ય દિનની ઉજવણી એટલે વસંતપંચમી સરસ્વતીના આરાધકોમાંના આયુધો એટલે કે સંગીત વાદ્યોની પૂજા-અર્ચના સાથે સરસ્વતી પ્રાગટ્ય દિવસની ઉજવણી કરે છે ત્યારે લગ્નલગ્નાદી કાર્યો માટે પણ આજનો દિવસ વણપુછ્યું મહૂર્ત ગણવામાં આવે છે. આજે વસંતપંચમી નિમિત્તે ભાવનગરમાં ૫૦૦થી વધી લગ્નો લેવાયા હતા. અને શહેરમાં ઠેર ઠેર વરઘોડા જાેવા મળ્યા હતા.
વિક્રમ સંવત ૨૦૭૮ના વર્ષમાં તા.૫ ફેબ્રુઆરીને શનિવારે, મહા સુદ પાંચમના દિવસે વસંતપંચમીનું પર્વ વસંતપંચમીનાં મુહૂર્તને લગ્ન જેવા શુભ કાર્યો માટે ઉત્તમ મનાયું હોવાથી લગ્નોત્સુકો વધુ વિચાર કર્યા વગર આ દિવસે લગ્ન કરે છે. ઉપરાંત વસંતપંચમીના દિવસે કોઈપણ નવા શુભ કાર્યની શરૂઆત કરવી શુભ છે. ખાસ આ દિવસે સરસ્વતી માતાજીના પૂજનનું પણ વધારે મહત્ત્વ છે. વિદ્યાર્થીઓએ સરસ્વતી માતાજીનું પૂજન કરવાથી વિદ્યાબળ વધે છે, યાદશક્તિ વધે છે અને અભ્યાસમાં એકાગ્રતા આવે છે. જે વ્યક્તિના લગ્ન ન થતા હોય કે વિઘ્ન આવતા હોય તેઓ આ દિવસે રાધા-કૃષ્ણનું પૂજન કરવું ફળદાયી નીવડે છે. હિન્દુ ધર્મમાં વસંતપંચમીને શુભ દિવસ માનવામાં આવે છે. વસંતપંચમીના દિવસે પુષ્કળ પ્રમાણમાં લગ્નો થતા હોય છે. શનિવારે સતત લગ્નની શરણાઇ અને ડીજેની સાથે વરઘોડાની ધૂમ જાેવા મળશે. વસંત પંચમીના પર્વે સગાઈ, દુકાન- શો-રૂમના ઉદ્‌ઘાટન, સીમંત પ્રસંગ સહિતના શુભકાર્યો થતા હોય છે. આથી વાડી, પાર્ટી પ્લોટ, મંડપ કેટરર્સ, ગોર મહારાજ, ડીજે અને બેન્ડવાજા, બગી વિગેરેનું બૂકિંગ દોઢ બે માસ પૂર્વે જ થઇ ગયું હતુ. આજે વંસત પંચમી નિમિત્તે શહેર અને જિલ્લામાં પૂરબહારમાં લગ્નો લેવાયા હતા જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં બેન્ડ વાજા તથા ડીજેની ધુમ સાથે વરઘોડા નજરે ચડ્યા હતા. તમામ વાડીઓ, પાર્ટીપ્લોટમાં આજે સવારથી જ લગ્નોની શરણાઈઓ ગુંજી રહી હતી. સૂર્યનું મીન અને મેષ રાશિમાં ભ્રમણ એ વસંતઋતુનો કાળ ગણવામાં આવે છે. વસંત પંચમી પછી લગભગ ૪૦ દિવસે વસંતનો આરંભ થાય છે. આ ૪૦ દિવસ ઋતુનો ગર્ભકાળ માનવામાં આવે છે. પંચાંગ પરંપરા અનુસાર વસંતને છ ઋતુઓમાં’ ઋતુરાજ’ની ઉપમાં આવી છે. ભગવાન યોગેશ્વરે પણ ‘ ઋતુઓમાં હું વસંત છું ’ એમ કહ્યું છે. વસંત અર્થાત્‌ ‘ ઉત્કર્ષનો પરમ કાળ ’ એવું પ્રતિપાદ શાસ્ત્રકારોએ કરેલું છે. જીવનમાં કોઇપણ ઉત્કર્ષને પામવા માટે ઉઠાવેલું પહેલું ચરણ વસંત ઋતુમાં હોય તો અવશ્યમેવ સિઘ્ધ થાય છે.

Previous articleમહુવા યાર્ડની ચૂંટણીમાં ઘનશ્યામભાઈની પેનલનો વિજય
Next articleભાવનગરની બે વિદ્યાર્થિનીઓને યુજીસી દ્વારા અપાતી પી.જી. સ્કોલરશીપ ફોર યુનીવર્સીટી રેન્ક હોલ્ડર સ્કીમમાં પસંદગી