સુખભાદર ડેમ નર્મદાના નીરથી ભરવા રાણપુર સરપંચની માંગણી

671

બોટાદ જિલ્લાના રાણપુર સહિત આજુબાજુના વિસ્તારોમાં ચાલુ વર્ષે સારો વરસાદ નહીં થતા પીવાના પાણી તંગી રાણપુરવાસીઓને સતાવી રહી છે ત્યારે જો નર્મદાના નીરથી સુખભાદર ડેમ (ભડલા ડેમ) ભરવામાં આવે તો રાણપુરને નિયમિત ચાર કે પાંચ દિવસે પીવાનું પાણી મળી રહે અગાઉ રાણપુરમાં ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં પાણીના પ્રશ્ને તોડફોડ થઈ ચુકી છે અત્યારે રાણપુર શહેરમાં દસ થી બાર દિવસે પીવાનું પાણી આવે છે. જો શિયાળામાં પીવાના પાણીની આવી પરિસ્થિતિ છે તો ઉનાળામાં પીવાના પાણીની પરિસ્થિતિ કેવી હશે તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આવી કોઈ પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે તાત્કાલિક નર્મદાના પાણીથી સુખભાદર ડેમ (ભડલા ડેમ) ભરવા રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી દ્વારા કલેક્ટર તથા પાણી પુરવઠા વિભાગ પાસે માંગણી કરેલ છે.

Previous articleશિશુવિહારમાં રવિવારે નાગરિક સન્માન સમારોહ
Next articleરાણપુર પોલીટેકનીક કોલેજમાં નમો ટેબલેટનું વિતરણ કરાયું