આઇપીએલ ૨૦૨૨ઃ અમદાવાદ આઇપીએલ ટીમનું નામ જાહેર, ગુજરાત ટાઇટન્સથી મેદાનમાં ટીમ ઉતરશે

395

મુંબઇ,તા.૯
આઇપીએસમાં પ્રથમ વખત ભાગ લઈ રહેલી અમદાવાદની ટીમે પોતાના નામની જાહેરાત કરી દીધી છે. આ ટીમ ગુજરાત ટાઈટન્સના નામ સાથે મેદાન પર ઉતરશે. લાંબા સમયથી ટીમના નામની રાહ જોવાઈ રહીહતી, હવે તેની આતુરતાનો અંત આવ્યો છે. જ્યારે હવે ઓક્શનમાં ફક્ત કેટલાક દિવસો બાકી રહ્યા છે, ત્યારે ફ્રેન્ચાઈઝીએ તેની જાહેરાત કરી છે. ગુજરાત ટાઇટન્સ પ્રથમ વખત આઇપીએલમાં ભાગ લઈ રહી છે અને ટીમે કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની પસંદગી કરી છે. અમદાવાદના ઝ્રફઝ્ર ગ્રુપની ટીમે હાર્દિક પંડ્યા ઉપરાંત હરાજી પહેલા પોતાની સાથે રાશિદ ખાન અને શુભમન ગિલને ઉમેર્યા છે. ગુજરાત ટાઇટન્સની ટીમે હાર્દિક પંડ્યાને ૧૫ કરોડમાં, રાશિદ ખાનને ૧૫ કરોડમાં અને શુભમન ગિલને ૮ કરોડમાં સામેલ કર્યા છે. ટીમ પાસે હજુ ૫૨ કરોડ રૂપિયા બાકી છે જે હરાજીમાં વાપરી શકાય છે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર આશિષ નેહરા ગુજરાત ટાઇટન્સ સાથે કોચ તરીકે જોડાયેલા છે, જ્યારે ટીમ ઇન્ડિયાને વર્લ્‌ડ કપ જીતાડનાર ગેરી કર્સ્‌ટન મેન્ટર તરીકે ટીમ સાથે રહેશે. આ ઉપરાંત વિક્રમ સોલંકી ટીમના ડાયરેક્ટર હશે.

Previous articleપતિનો હાથ પકડીને કરિશ્મા તન્નાએ ગૃહ પ્રવેશ કર્યો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે