આર્જેન્ટિનાનો ૩-૦થી વિજય : મેસ્સીએ હેટ્રિક નોંધાવી

330

બ્રાઝીલ ,
સાઉથ અમેરિકન ક્વોલિફાયરમાં ટોચના ક્રમે રહેલી બ્રાઝિલની ટીમે નેમારના ગોલ વડે પેરુને ૨-૦થી હરાવવાની સાથે તમામ આઠ મેચમાં વિજય હાંસલ કર્યો છે. બ્રાઝિલના ૨૪ પોઇન્ટ છે અને આર્જેન્ટિના ૧૮ પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. ઉરુગ્વે ત્રીજા ક્રમે છે જેણે અન્ય એક મેચમાં ઇક્વાડોરને ૧-૦થી પરાજય આપ્યો હતો. સાઉથ અમેરિકન ઝોનમાં ટોચના ક્રમે રહેનાર ચાર ટીમો કતાર ખાતે રમાનારા ફિફા વર્લ્‌ડ કપમાં સીધો પ્રવેશ મેળવશે. બ્રાઝિલ માટે રિબેરોએ ૧૪મી તથા નેમારે ૪૦મી મિનિટે ગોલ નોંધાવ્યો હતો.સાઓ પાઓલો ? સ્ટાર સ્ટ્રાઇકર લાયોનલ મેસ્સીના શાનદાર પ્રદર્શન અને તેણે નોંધાવેલી વિક્રમી હેટ્રિકની મદદથી આર્જેન્ટિનાએ વર્લ્‌ડ કપ ફૂટબોલ ક્વોલિફાયર ૨૦૨૨ના મુકાબલામાં આર્જેન્ટિનાએ બોલિવિયાને ૩-૦થી પરાજય આપ્યો હતો. મેસ્સીએ ત્રણ ગોલ નોંધાવવાની સાથે બ્રાઝિલના મહાન ખેલાડી પેલેના રેકોર્ડને તોડયો છે. મેસ્સીના હવે ઇન્ટરનેશનલ ફૂટબોલમાં ૭૯ ગોલ થઈ ગયા છે અને તેણે પેલેના ૭૭ ગોલના રેકોર્ડને પાછળ રાખી દીધો હતો. મેસ્સી સાઉથ અમેરિકન ફૂટબોલ ઇતિહાસમાં હાઇએસ્ટ ગોલ કરનાર ખેલાડી પણ બની ગયો છે. ૩૪ વર્ષીય મેસ્સીએ બોલિવિયા સામે ૧૪મી, ૬૪મી અને ૮૮મી મિનિટે ગોલ નોંધાવ્યા હતા. આર્જેન્ટિના તરફથી ૧૫૩મી મેચ રમી રહેલા મેસ્સીએ પ્રથમ ગોલ નોંધાવતાની સાથે પેલેના રેકોર્ડને સરભર કર્યો હતો. ત્યારબાદ બીજો ગોલ કરવાની સાથે તેણે પેલેને પાછળ રાખી દીધા હતા.
ઇન્ટરનેશનલ મેચોમાં મેસ્સીની આ સાતમી હેટ્રિક નોંધાઈ છે. ઇન્ટરનેશનલ ફૂટબોલમાં હાઇએસ્ટ ગોલનો રેકોર્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નામે છે જેણે ૧૮૦ મેચમાં ૧૧૧ ગોલ નોંધાવ્યા છે. નોંધનીય છે કે ગયા સોમવારે બ્રાઝિલ સામેની મેચ સાત મિનિટ બાદ કોરોના પ્રોટોકોલના કારણે રદ કરી દેવામાં આવી હતી.

Previous articleલોકો બાળકોને કેમ ટ્રોલ કરે છે તે સમજથી બહાર : કરીના
Next articleગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ