સારા તેંડૂલકર-શુભમનના સંબંધોને ગ્રીન સિગ્નલ મળ્યું?

236

નવી દિલ્હી,તા.૨૬
શુભમન પોતાની બેટિંગ માટે જેટલો પોપ્યુલર છે તેટલો જ તેના લૂક્સને લઇને પણ રહે છે. હંમેશા તેનું નામ સારા સાથે જોડવામાં આવે છે. શુભમન ગિલની બહેનને સારા ફોલો કરે છે. પહેલા એવી જાણકારી મળી હતી કે માત્ર શુભમનને જ ફોલો કરે છે. હવે એકબીજાના પરિવારના સદસ્યોને ફોલો કરવામાં આવી રહ્યાં છે આ વાત ચોંકાવનારી છે. સારા શુભમનની બહેન સેહનીલ ગિલને ફોલો કરે છે. બંને ભલે પોતાના સંબંધોને લઇને કોઇ ટિપ્પ્ણી ન કરતા હોય પરંતુ સોશ્યલ મિડીયા તમેના વિશે કંઇક ટિપ્પણી તો કરતુ જ રહે છે. થોડા સમય પહેલા બંનેએ એકબીજાના પોસ્ટ પર કમેન્ટ કરી હતી. સારાનો યુવા ઓપનર શુભમન ગિલ સાથે અફેરની ચર્ચાઓ છે, પરંતુ બંનેએ આ અંગે ઇન્કાર કર્યો છે. સારા આ દિવસોમાં મુંબઈમાં છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. સારાએ શુક્રવારે (૧૧ જૂન) સાંજે ઇન્સ્ટાગ્રામ પર એક મજેદાર વીડિયો શેર કર્યો હતો. આમાં તે જુદા જુદા મૂડમાં જોવા મળી રહી છે. સારાએ ક્રીમ કલરનું ઓવરસાઈઝ્‌ડ સ્વેટશર્ટ પહેર્યું છે. આ સિવાય તેણે ચશ્મા પણ પહેર્યા છે. વીડિયો પોસ્ટ કરતી વખતે સારાએ જુદા જુદા ૧૦ ઇમોજી કેપ્શનમાં પોસ્ટ કર્યા છે. તેનો આ વીડિયો જોયા પછી લોકો શુભમન ગિલને યાદ કરવા લાગ્યા. તેઓ કમેન્ટ બોક્સમાં શુભમનને ટેગ કરવા લાગ્યા. સારાના કમેન્ટ બોક્સમાં એક યુઝરે શુભમેનને કહ્યું કે જો તમે આ કમેન્ટ જોઈ રહ્યા છો તો ઇંગ્લેન્ડમાં સારું પર્ફોર્મ કરજો. આ સિવાય એક યુઝરે સારાને ટેગ કરી અને તેને પૂછ્યું કે શુભમન ગિલ વિશે તમે શું વિચારો છો. સારાના ફેનને તેનો આ વીડિયો ખૂબ ગમ્યો.
કેપ્શનનો ઉલ્લેખ કરતાં તેણે લખ્યું- કેપ્શન મસ્ત છે. તમારા એક્સપ્રેશનની જેમ. શુભમેને હાલમાં જ તેના સંબંધો વિશે મૌન તોડ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર સવાલ-જવાબ સેશન દરમિયાન તેણે તેના સંબંધના સમાચારો પરથી પડદો ઉઠાવ્યો હતો. સવાલ-જવાબ સેશન દરમિયાન એક ચાહકે શુભમન ગિલને પૂછ્યું, ’શું તમે હજી પણ સિંગલ છો?’ જેના જવાબમાં શુભમન ગિલે કહ્યું, ’ઓહ હા! હું સિંગલ છું મારી ભવિષ્યમાં પણ આવી કોઈ યોજના નથી.