મૈસુરની કોલેજે મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ સાથે બેસવા માટે મંજૂરી આપી

275

કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદમાં નવો વળાંક : આ પ્રકારનો નિર્ણય લેનાર તે રાજ્યની પહેલી કોલેજ બની
નવી દિલ્હી,તા.૧૯
કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદમાં નવો વળાંક આવ્યો છે.હવે મૈસૂરની એક ખાનગી કોલેજો પોતાનો યુનિફોર્મનો નિયમ રદ કરીને મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ સાથે બેસવા માટે મંજૂરી આપી દીધી છે. આ પ્રકારનો નિર્ણય લેનાર તે રાજ્યની પહેલી કોલેજ બની છે.મૈસૂરની ડીડીપીયૂ કોલેજના કહેવા પ્રમાણે ચાર વિદ્યાર્થિનીઓએ હિજાબ નહીં પહેરવાના આદેશ સામે વિરોધ કર્યો હતો.કેટલાક સંગઠનોએ વિદ્યાર્થિનીઓને સમર્થન આપ્યુ હતુ.એ પછી કોલેજે જાહેરાત કરી હતી કે, યુનિફોર્મ રુલ રદ કરવામાં આવે છે. જોકે બીજી કોલેજોમાં હિજાબને લઈને હજીપ ણ વિવાદ યથાવત છે.૬ થી વધારે કોલેજોમાં વિદ્યાર્થીઓ દ્વારા દેખાવો થયા છે.એક કોલેજમાં ત્રણ વિદ્યાર્થિનીઓએ હિજાબ હટાવવાનો ઈનકાર કરી દેતા ત્યાં રજા જાહેર કરી દેવાઈ છે.
બીજી તરફ કર્ણાટક હાઈકોર્ટના વચગાળાના આદેશ છતા અ્‌ન્ય એક સરકારી કોલેજ યીપુ કોલેજમાં વિદ્યાર્થિનીઓ હિજાબ સાથે પ્રવેશ માટે માંગ કરી રહી છે.જેની સામે કોલેજ દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ૨૦ વિદ્યાર્થિનીઓ સામે એક્શન લીધા છે. કર્ણાટક સકારે ચેતવણી આપી છે કે, કોર્ટના વચગાળાના હુકમનો ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. કર્ણાટકના વિજયપુરમાં ગર્વમેન્ટ ડિગ્રી કોલેજમાં માથા પર તિલક કરીને આવનાર વિદ્યાર્થીને કોલેજમાં એન્ટ્રી અપાઈ નહોતી.જેના માટે હાઈકોર્ટના આદેશનો હવાલો અપાયો હતો.હાઈકોર્ટે આદેશ આપેલો છે કે, જ્યાં સુધી હિજાબ વિવાદની સુનાવણી પૂરી ના થાય ત્યાં સુધી કોઈ પણ જાતના ધાર્મિક પ્રતિકો સાથે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંસ્થાઓમાં એન્ટ્રી ના આપવામાં આવે.

Previous articleડેલ્ટા વેરિયન્ટ જેવા ઊછાળાની શક્યતા ઓછી : ડૉ. ગુલેરિયા
Next article૭૫ મોટા શહેરોમાં બાયો CNGપ્લાન્ટ લગાવાશેઃ મોદી