કુમુદવાડીની દુકાનમાંથી જુગારધામ ઝડપાયું : ૧૧ પકડાયા

75

પોલીસે રોકડ રકમ, ૧૧ મોબાઇલ, બાઇક, ઇલેક્ટ્રોનિક ગેમના મશીનો સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો
શહેરના કુમુદવાડી વિસ્તારમાં આવેલી દુકાનમાં અધેવાડામાં રહેતો શખ્સ બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમી મળતા પોલીસે રેડ પાડી તલાશી લેતા દુકાનમાં વીડિયો ગેમથી જુગાર રમતા ૧૧ જેટલા શખ્સોને રોકડ રકમ, ૧૧ મોબાઇલ, બાઇક, ગેમના મશીનો સહિતનો મુદ્દામાલ સાથે ઝડપી લઇ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના બોરતળાવ કુમુદવાડીના નાકા પાસે આવેલ ઓમકાર કોમ્પ્લેક્ષમાં પહેલા માળે સાગર વીડિયો ગેમ નામની દુકાન ધરાવતા હરી વાઘાભાઈ ચાવડા (રહે. અધેવાડા) પોતાની દુકાનમાં નાના મોટા આંકડા લખેલ હોય જેની સામે ચિન્હો દોરેલા પાંચ મશીનો પર લોકોને ભેગા કરી મશીનોમાં ચાવીથી ક્રેડિટ કરી રોકડા રૂપિયા લઈ જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે રેડ કરી દુકાનમાં હાજર હરિ વાઘાભાઈ ચાવડા (રહે. અધેવાડા), નરેશ સુરાભાઈ કંટારિયા (રહે. સુરકા, તા. ઘોઘા), ધર્મેન્દ્ર ઉર્ફે પિંન્ટુ ચંદ્રસિંહ ચુડાસમા (રહે. ઘોઘાજકાતનાકા), રમેશ ભીખાભાઈ વાઘેલા (રહે. સીદસર), મહેબુબ ગુલાબભાઈ પઠાણ (રહે. વિદ્યાનગર), રાજેશ મગનભાઈ સોલંકી (રહે. ફુલસર), રમેશ બાલાભાઈ જાબુંચા (રહે. કુંભારવાડા), જીતેન્દ્ર જેન્તીભાઈ રાઠોડ (રહે. વડવા), ગીરીરાજ સુખદેવસિંહ ગોહિલ (રહે. અવાણિયા), અરવિંદ ભીમજીભાઈ ગોહિલ (રહે. જુની વિઠ્ઠલવાડી) અને રમેશ છગનભાઈ મકવાણા (રહે. કાળિયાબીડ) સહિતના ૧૧ શખ્સોને રોકડ રૂ. ૨૧,૯૫૦ તથા મશીનો વગેરે મળી કુલ રૂ. ૪૯,૪૫૦ના મુદ્દામાલ સાથે બોરતળાવ પોલીસે ઝડપી લઇ ધોરણસર કાર્યવાહી કરી હતી.

Previous articleશહેરના કુંભારવાડા રોડ ઉપર વિજ ટીસીમાં વિકરાળ આગથી વાહનો પણ સળગીને ખાક
Next articleરાકેશ અને શમિતા શેટ્ટી ૨૦૨૩માં પરણી જશે