શહેરના કુંભારવાડા રોડ ઉપર વિજ ટીસીમાં વિકરાળ આગથી વાહનો પણ સળગીને ખાક

63

રોડપર પાર્ક કરેલ રીક્ષા,છકડો ફર્નિચર સહિતનો સામાન-વાહન બળીને રાખ, ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો
ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં એક વિજપોલ પર લગાવેલ ટ્રાન્સફર્મમા ધડાકાભેર આગ લાગતાં રોડપર પર્ક કરેલ વાહનો આગની લપેટમાં આવી જતાં વાહનો-ફર્નિચર નો જથ્થો સળગીને રાખ થઈ ગયો હતો. સમગ્ર બનાવ અંગે ફાયરબ્રિગેડ કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર આજરોજ ઢળતી બપોરે શહેરના ચાવડીગેટ થી કુંભારવાડા -મોતીતળાવ તરફ જવાના રોડપર ચાવડીગેટ પાવરહાઉસ પાસે રોડપર એક વિજપોલ પર રહેલ ટીસી – વિજ ટ્રાન્સફર્મ માં એકાએક ધડાકા સાથે આગ લાગતાં સ્થાનિક રહિશોમા ભારે ગભરાટ સાથે અફડાતફડી નો માહોલ સર્જાયો હતો આ આગના તણખા ટ્રાન્સફર્મ નીચે પાર્ક કરેલ રીક્ષા છકડો સહિતના વાહનો તેમજ ફર્નિચર ના જથ્થા ને સ્પર્શતા આ વાહનો સાથે ફર્નિચર નો જથ્થો પણ સળગી ઉઠ્‌યો હતો આ બનાવની જાણ પાવરહાઉસ ના કર્મચારીઓ-અધિકારીઓ ને થતાં મોટી જાનહાનિ અટકાવવા તત્કાળ વિજ પુરવઠો બંધ કરી ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી આથી તુરંત ફાયરબ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સતત એક કલાક કરતાં વધુ સમય સુધી પાણીનો મારો ચલાવી આગપર કાબૂ મેળવ્યો હતો આ ઘટના ને પગલે એ-ડીવીઝન પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી આ ઘટનામાં વાહન ચલાવી પેટીયું રળતા શ્રમજીવીઓની આજીવિકા સળગી જતાં તેઓનાં પરીજનોમા ઘેરો શોક ફરી વળ્યો હતો આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Previous articleશેત્રુંજી ડેમ ખાતે પાણીના પરબનું થયેલુ લોકાર્પણ
Next articleકુમુદવાડીની દુકાનમાંથી જુગારધામ ઝડપાયું : ૧૧ પકડાયા