અમૃતસર BSF કેમ્પમાં કોન્સ્ટેબલે કરેલું અંધાધૂંધ ફાયરિંગ ૫ જવાનોનાં મોત થયા

51

તમામ ઘાયલોને ગુરુ નાનક દેવ હોસ્પિટલમાં દાખલ કરાયા છે
અમૃતસર, તા.૬
અમૃતસરમાં બીએસએફ હેડક્વાર્ટરમાં ફાયરિંગની ઘટનાથી કેમ્પમાં ખળભળાટ મચી ગયો છે. તમામ ઘાયલોને ગુરુ નાનક દેવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ ઘાયલ અને મૃતક જવાન કોન્સ્ટેબલ રેન્કના છે. બીએસએફ અને પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આરોપી સામે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.પંજાબના અમૃતસરમાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સના હેડક્વાર્ટર પર ફાયરિંગની માહિતી છે. આ હુમલામાં પાંચ જવાનો શહીદ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે BSFના એક જવાને કેમ્પની અંદર અંધાધૂંધ ગોળીબાર કર્યો છે. આ સિવાય ઘણા જવાન પણ ઘાયલ થયા છે, તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ ઘટના ખાસામાં આવેલ બીએસએફ હેડક્વાર્ટરમાં બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે BSF ના જ એક જવાને કેમ્પમાં અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ દરમિયાન આસપાસ હાજર અન્ય સૈનિકો માર્યા ગયા. જેમ તેમ કરીને ફાયરિંગ કરી રહેલા કોન્સ્ટેબલ પર કાબુ મેળવવામાં આવ્યો. જેઓને ગોળી વાગી હતી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના હેડક્વાર્ટર ૧૪૪ બીએનના મેસમાં બની હતી. ફાયરિંગ કરનાર જવાનનું નામ સીટી સત્તેપ્પા એસ. છે. ફાયરિંગ સમયે જવાનો મેસમાં ભોજન કરી રહ્યા હતા. આ ઘટનામાં ફાયરિંગ કરી રહેલો જવાન સીટી સત્તેપ્પા એસ પણ ઘાયલ થયો હતો. ઘાયલો પૈકી એકની હાલત ગંભીર છે. સેનાના અધિકારીઓએ ગોળીબારની ઘટનાના તથ્યો જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્‌વાયરીનો આદેશ આપ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે મ્જીહ્લના કોન્સ્ટેબલ સત્યપ્પાએ ફાયરિંગ કર્યું હતું. તે મહારાષ્ટ્રનો રહેવાસી છે. કામના ભારણને કારણે સુતપ્પા ખૂબ જ પરેશાન હતો. આ બાબતે તેણે અગાઉ એક અધિકારી સાથે દલીલ પણ કરી હતી. રવિવારે સવારે તેણે પોતાની રાઈફલથી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ મેસમાં નાસભાગ મચી ગઈ હતી અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
હોસ્પિટલમાં ડૉક્ટરોએ પાંચ જવાનોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે દસથી વધુ જવાનોને દાખલ કરીને તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ કરાયેલા જવાનોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ પહોંચ્યા છે. આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

Previous articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૪૭૯ કેસ આવ્યા
Next articleવાહનો માટે થર્ડ પાર્ટી મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વધશે